હવામાન વિભાગે ઉનાળાને લઈને આપી મહત્વની જાણકારી- આ મહિનામાં માથું ફાડી નાખે તેટલી ગરમી પડશે!

હાલ એવી ઋતુ(Season) ચાલી રહી છે, જેમાં સવારે ઠંડી પડે છે તેમજ બપોર થતા ગરમી અનુભવાય છે. આમ તો ઉનાળાની(Summer) શરૂઆત થઈ જ ગઈ છે. પરંતુ, માર્ચ(March) મહિનાથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને ઉનાળાની ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ જશે. કોઈપણ ઋતુ શરૂ થાય તે પહેલાં ભારત હવામાન વિભાગ(India Meteorological Department) દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવે છે. તેમજ ઉનાળા ઋતુની શરૂઆત થતા કહેવાય રહ્યું છે કે, દર વખત કરતા આ વર્ષ લઘુતમ અને મહત્તમ તાપમાન(Temperature) સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર મનોરમાં મોહન્તિ એ હવામાન વિભાગના ડાયરેક્ટર છે. તેમના જણાવ્યા મુજબ, ઉનાળા ઋતુની શરૂઆત થતા જ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું. જેમાં માર્ચથી લઈને મેં મહિનામાં તાપમાન કેટલું રહેશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા લગાવેલા પૂર્વાનુમાનમાં કહેવાયું છે કે, માર્ચથી મેં મહિના દરમિયાન ઉત્તરપૂર્વીય ભારતના મોટાભાગના ભાગો, મધ્ય ભારત અને પૂર્વીય દરિયાકાંઠાના પ્રદેશો, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો અને હિમાલય નદી કિનારે કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

તે જ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના ઉત્તરીય ભાગોમાં, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતથી આગળના ઘણા વિસ્તારો મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ સિવાય અનુમાન દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, રાત્રી અને દિવસ બંનેનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે, જેના કારણે ઉનાળામાં ભયંકર ગરમી પડી શકે છે.

જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ઉનાળામાં ખુબ જ ભયંકર ગરમી પડશે. આમ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે. પરંતુ માર્ચ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અત્યારે તાપમાન સામાન્ય છે. માર્ચના અંત સુધીમાં સામાન્ય રીતે 40 ડીગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે.

પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષનો ઉનાળો ખુબ જ ભયંકર હોઈ શકે છે તેમજ ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાશે. જોકે દરેક જિલ્લાના અલગ અલગ તાપમાન રહેતું હોય છે અને અલગ અલગ વિસ્તારના માપદંડ અલગ હોય છે. પરંતુ જો સાદી ભાષામાં કહીએ સમગ્ર ભારતમાં આ વર્ષે દર વખત કરતા વધારે પ્રમાણમાં ગરમી પડવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *