દાંતમાં થતો સડો અને કેવિટીથી છુટકારો મેળવવા આપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, અસહ્ય દુખાવાથી મળશે રાહત

Teeth Cavity Home Remedies: દાંતમાં થતા જીવડાઓથી રાહત મેળવવા માટે તમે રસોડામાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ કરી રાહતનો શ્વાસ અનુભવી શકો છો. તમારી એક મુસ્કાન સામે વાળા વ્યક્તિને ઈમ્પ્રેસ કરવાનું કામ કરી જતી હોય છે. આનાથી વિપરીત (Teeth Cavity Home Remedies) તમારી પર્સનાલિટી ને ખરાબ કરવાનું કામ પણ સ્માઇલ જ કરે છે. હકીકતમાં સ્વચ્છ દાંત તમારી પર્સનાલિટી ને સારી બનાવે છે. તેમજ પીળા અને કેવીટી વાળા દાંતના કારણે તમારે ઘણી વખત શરમનો અનુભવ કરવો પડે છે.

દાંતમાં નાના નાના કાળા ખાડાઓ હોય છે, જેને ટુથ કેવિટી કહેવામાં આવે છે. સડવાનને કારણે આ દાંતને અંદરથી ખોખલા કરે છે. હકીકતમાં કેવીટીના ઘણા બધા કારણો હોઈ શકે છે. દાંતોનું સાફ ન હોવું, મોઢામાં બેક્ટેરિયા ઇન્ફેક્શન, મીઠી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ અથવા સ્વાસ્થ્ય સંબંધી કોઈ અન્ય સમસ્યા. કેવીટી દાંતોને ખરાબ કરવાનું કામ કરે છે. જો તમે પણ આનાથી પરેશાન છો તો તમારા માટે કેટલા ઘરગથ્થુ ઉપાયો લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે કેવીટીથી છુટકારો મેળવી શકો છો.

ટુથ કેવીટી દૂર કરવામાં આ ઘરેલુ ઉપચાર ખૂબ મદદરૂપ થાય છે
1 લસણ
દરેક ભારતીયોના રસોડામાં લસણ તો હોય જ છે. લસણ જમવામાં સ્વાદ વધારવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. લસણનો મુખ્ય ઉપયોગ મોટાભાગે વઘાર કરવામાં થાય છે. લસણમાં રહેલા એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો તેને એક અસરકારક પેઈન કિલર બનાવે છે, જે દાંતના દુખાવા અને કેવિટીમાંથી રાહત અપાવે લસણને તમે કાચું જ સેવન કરી શકો છો.

2 લીંબુ
દાંતમાં રહેલી કેવીટીને દૂર કરવા માટે લીંબુનું સેવન કરો. લીંબુને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલું એસિડ કીટાણુઓને મારી, દુખાવો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. મોઢામાં લીંબુનો ટુકડો રાખી તેને ચાવો. આનાથી દુખાવા સાથે તમને કેવીટીમાંથી પણ છુટકારો મળશે.

3 મીઠાનું પાણી
મીઠું કોઈ પણ વાનગીને સ્વાદ આપવાનું કામ કરે છે. આજ રીતે દાંતમાં રહેલી કેવીટી અને તેનાથી થતા દુખાવામાં મીઠાનું પાણી ખૂબ મદદરૂપ થાય છે. મીઠાના પાણીના કોગળા કરવાથી તમારું મોં સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રહે છે. તેનાથી મોઢામાં રહેલી ચીકાશને દુર્ગંધ દૂર થાય છે. મીઠાનું પાણી મોઢાનું પીએચ લેવલ જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે.