આંખો ની નીચે થઇ આવતા કાળા કુંડાળા એટલે ડાર્ક સર્કલ. આ માત્ર સ્ત્રીઓ એ ને જ નહીં પરંતુ પુરુષો માટે પણ આ એક મોટી સમસ્યા બની ગઈ છે. સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, પાણી ની ઘટ્ટ, હાલ ની અવ્યસ્થિત જીવનશૈલી, જેનેરિક થી લગતી સમસ્યાઓ ને લીધે આ કાળા કુંડાળા જોવા મળતા હોય છે. તો ચાલો આજે જાણીએ કઈ રીતે કાઢવા.
ટામેટા માત્ર કાળા ડાઘા ને જ દૂર નથી કરતાં.પરંતુ, ચાંદ ને પણ કોમળ બનાવે છે. તમે એક ચમચી ટામેટા નો રસ લઈ તેમા લીંબુ ભેળવો અને ત્યારબાદ આ મિશ્રણ આંખો ના નીચે ના ભાગે લગાવો. આ મિશ્રણ ને ૧૦ મિનિટ સુધી લગાવી રાખવું અને ત્યારબાદ સાદા પાણી થી સાફ કરી લેવું. આ પ્રક્રિયા દિવસ દરમિયાન ઓછા મા ઓછી બે વખત કરવી જેથી આંખો નીચે ના કુંડાળા ઓછા થવા લાગશે.
ટી બેગ થી કઈ રીતે દૂર કરી શકાય ?
તમે જો ટી બેગ જોઈ હશે તો તે પાતળા કપડા મા હોય છે.અને તેની અંદર ચા ની ભૂક્કી ભરેલી હોય છે. તેની મદદ થી પણ તમે આંખો નીચે ના કુંડાળા થી છૂટકારો મેળવી શકો છો. આ માટે એક ટી બેગ લઈ લો અને તેમા પણ જો ગ્રીન ટી હોય તો બેસ્ટ, ત્યારબાદ આ બેગ ને થોડી વાર માટે ફ્રીજ મા રાખી મુકો અને જ્યારે આ બેગ ઠંડી થઈ જાય તો તેને આંખો ઉપર રાખો.
ઠંડું દૂધ થી કઈ રીતે નીકળશે જાણો:
આ ઠંડા દૂધ ના નિયમિત ઉપયોગ થી ન માત્ર તમે આ ડાર્ક સર્કલ્સ દુર કરી શકશો પણ તેના થી આંખો પણ સારી રહે છે. તમારે આ માટે એક રૂ ના પૂમડા ને એક વાટકી મા રાખેલા ઠંડા દૂધ મા ડૂબાડી રાખવું અને થોડી વાર પછી તેને ડાર્ક સર્કલ્સ વાળી જગ્યા પર મૂકી દો. તેમા એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ રૂ થી ડાર્ક સર્કલ વાળો ભાગ સંપૂર્ણપણે ઢાંકાઇ જવો જોઇએ. દસ મિનિટ સુધી રૂ રાખ્યા બાદ સાદા પાણી થી આંખો ને ધોઈ લો.
છાશ અને હળદર પણ ઉપયોગી છે.જાણો:
હળદર ને તો પ્રાચીનકાળ થી જ ઘણી ગુણકારી માનવામા આવે છે અને તે એક એન્ટી-બાયોટિક પણ છે. આ હળદર નો ઉપયોગ શાક મા, હળદરવાળુ દૂધ થી શરીર ને સ્વસ્થ રાખવા અને તેના થી ઘા લાગ્યા ની જગ્યા ઉપર પણ લગાવવા મા આવે છે. જ્યારે છાશ તો જમ્યા બાદ પીવા મા આવે છે. હવે આ બંને વસ્તુઓ આંખ નીચે ના કાળા ડાઘ ને દુર કરવા માટે પણ ઉપયોગ મા લેવાય છે. તો આ માટે બે ચમચી છાશ મા એક ચમચી હળદર ભેળવી આ મિશ્રણ ને આંખ નીચે ના ભાગ પર લગાવવી અને ૧૦ મિનીટ સુધી રાખી ગરમ પાણી થી મોઢું ધોઈ લેવું. જેથી આ કાળાશ દુર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.