શરદી અને ઉધરસ માં હળદર સાથે દૂધ કેમ? જાણી જશો તો તમે પણ ચાલુ કરી દેશો

દૂધની સાથે હળદરનો કોમ્બો એક અલગ પ્રકારની દવાનું કામ કરે છે અને ઘણી બીમારીઓને દૂર ભગાવે છે. જાણો હળદર અને દૂધથી કયા ફાયદા થાય છે.…

દૂધની સાથે હળદરનો કોમ્બો એક અલગ પ્રકારની દવાનું કામ કરે છે અને ઘણી બીમારીઓને દૂર ભગાવે છે. જાણો હળદર અને દૂધથી કયા ફાયદા થાય છે.

અસ્થમા ને મળે છે આરામ : હળદર એન્ટી માઈક્રોબિયલ છે માટે ગરમ દૂધ સાથે લેવાથી અસ્થમા, બ્રોંકાઈટિસ, ફેફસામાં કફ અને સાઈનસ જેવી સમસ્યામાં આરામ મળી શકે છે. તે બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન સાથે લડવામાં મદદગાર છે.

સારી ઉંઘ માટે જવાબદાર: હળદરમાં એમીનો એસિડ હોય છે. માટે દૂધની સાથે તેને પીવાથી સારી અને મીઠી ઉંઘ આવે છે. અનિંદ્રાની સમસ્યા હોય તો ઉંઘવાના અડધા કલાક પહેલા ગરમ દૂધની સાથે હળદરનું સેવન કરો.

શરીર માં રહેલી કરચલીઓ દૂર કરે : ચહેરા પર પડેલી કરચલીઓના કારણે તમે સમયથી વહેલા વૃદ્ધ દેખાવા લાગો છો. હળદર વાળું દૂધ પીવાથી તે પણ દૂર થાય છે. કાચું દૂધ, વટાણાનો રસ, ચોખાનો લોટ અને હળદર ભેળવીને તેની પેસ્ટ જનાવો. તેને ચહેરા પર લગાવીને થોડું સૂકાવા દો. દૂધમાં રહેલા લેક્ટિક એસિડ તમારી ડેડ થયેલી સ્કિનને રિપેર કરશે.

લોહી અને લીવર ની તકલીફ દૂર કરે: આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શરીરની સફાઈ માટે કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન દૂર કરે છે અને લિવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આરામ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *