મહાઠગ ઘનશ્યામ ભગત અને મળતિયાઓ જમીન પચાવી પાડવાના કિસ્સામાં ભેરવાયા, પોલીસે ફરિયાદીને મથાવ્યા બાદ ફરિયાદ લીધી

કતારગામના મોટા ગજાના બિલ્ડર ઘનશ્યામ ભગત ( Ghanshyam Bhagat Sutariya) અને તેમના મળતીયાઓ વિરુદ્ધ મૃતકની કરોડોની કિંમતની જમીન બારોબાર પચાવી પાડવા અંગે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 420, 465, 467, 468 અને 120(B) હેઠળ ગુનો દાખલ થતા ચકચાર મચી છે.

હાલમાં મળતી માહિતી મુજબ કતારગામના ભુમાફિયાઓ દ્વારા મૃતકની જમીન તેમના મરણ ના બે વર્ષ બાદ તેમને હયાત દર્શાવી ને તેમના ખોટા અંગુઠા ના નિશાન તેમજ તેમની ખોટી સહીઓ કરીને કરોડોની લાગત ની કીમતી જમીન પોતાના મળતીયાઓના મેળાપીપણામાં પોતાના અને પોતાના પરિવારના નામે કરી પચાવી ગયા . આટલી મોટી જમીન ચાવ કરી ગયા પછી ડકાર પણ લીધો નથી.ત્યારે હવે ગુનો દાખલ થતા પગ નીચે થી જમીન સરકી જવા પામી છે .

ફરિયાદ ની વિગતો મુજબ કતારગામની રેવન્યુ સર્વે નંબર 235/3 વાળી કુલ 4234 ચો.મી ક્ષેત્રફળ વાળી જમીન વર્ષ 1998 માં મૂળ જમીન માલિક છગનભાઈ મોહનભાઈ જોગાણી અને સોમજીભાઈ મોહનભાઈ જોગાણી પાસેથી કુલ 9 ભાગીદારોએ ખરીદ કરેલ હતી. ત્યારબાદ 9 ભાગીદારો પૈકી 8 ભાગીદારોએ આ સંપૂર્ણ જમીનનો માત્ર વહીવટ કરવાનો તેમના જ એક ભાગીદાર એવા હરજીવનભાઈ વાલજીભાઈ માણીયાને પાવર આપેલો પરંતુ ત્યારબાદ પાવર ઓફ એટર્નીમાં પાછળથી ખોટી રીતે છેડછાડ કરીને તેમજ પાવર માં પાના બદલી ને 235/3 વાળી જમીન નો પોતાની મરજી મુજબ નો પાવર બનાવવામાં આવેલ….

ત્યારબાદ આ રેવન્યુ સર્વે નંબર 235 / 3 વાળી જમીનના માલિકો પૈકી તેમના એક માલિક કરમશીભાઈ નાથાભાઈ સુતરીયા નું વર્ષ 2003 માં અવસાન થયેલ જેથી કાયદા મુજબ ઉપર દર્શાવેલ સમગ્ર પાવર ઓફ એટર્ની આપોઆપ કાયદાની રૂએ રદબાતલ થયેલ હોય જેની કતારગામના મોટા ગજાના બિલ્ડર ડોબરીયા ડેવલોપર્સ (Dobariya Developer) અને ઘનશ્યામ ભગતને ( Ghanshyam Bhagat Sutariya) જાણ હોવા છતાં આવી જમીન તેના મળતીયા લક્ષ્મીબેન વાલજીભાઈ કાસોદરિયાના નામે સને 2004માં રદ થયેલ પાવર ના આધારે બોગસ દસ્તાવેજ કરાવીને પચાવી પાડેલ…

ત્યારબાદ આ મૃતક વ્યક્તિ કરમશીભાઈ નાથાભાઈ સુતરીયા કે જેઓ વર્ષ 2003 માં અવસાન પામેલ હોય તેને વર્ષ 2005 માં આ ભૂ માફિયાઓ દ્વારા હયાત દર્શાવીને તેની તલાટી રૂબરૂ ના જવાબમાં સહીઓ કરાવી ત્યારબાદ હક પત્રકમાં નોંધમાં ફેરફાર માટે 135 ડી ની નોટિસમાં પણ 2003 માં મરણ જનાર ને વર્ષ 2005 માં હયાત દર્શાવીને ખોટી સહીઓ કરાવીને જમીન પચાવી પાડેલી અને આ મોસમોટી કરોડોની જમીનનો એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવેલ.

ત્યારબાદ આ ભૂ માફયાઓએ તેમના મળતીયા લક્ષ્મીબેન વાલજીભાઈ કાસોદરીયા ના નામે ખરીદ કરેલ જમીનને પોતાની ભાગીદારી પેઢીમાં મૂડી તરીકે લાવીને પોતે માલિક બની ગયેલા અને લક્ષ્મીબેન વાલજીભાઈ કાંસોદરીયા ને છુટા કરી દીધેલ અને આમ કરીને કતારગામના મોટા ગજાના બિલ્ડર ડોબરીયા ડેવલોપર્સ અને ઘનશ્યામ ભગતે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટી ના નામે લાખો રૂપિયાનો ચૂનો ચોપડેલ અને હાલ આ ભૂ માફયાઓએ આ 235/3 વાળી જમીન ઉપર સ્વર્ગ રેસીડેન્સી વિભાગ સી તેમજ હાલમાં જ અવિનાશી બંગલોઝ નામની 13 બંગલાની સોસાયટી પાડીને નિર્દોષ ગ્રાહકોને ભોળવીને ખૂબ જ ઊંચી કિંમતે આ જમીનમાં પ્લોટો પાડીને ગ્રાહકોને પધરાવી દીધેલ છે..

આ બાબતની મૃતકના વારસદારને જાણ થતા મૃતકના વારસદારે એડવોકેટ પાર્થ લાખાણી અને ચંદ્રેશ પીપળીયા મારફત પોલીસ કમિશનર સાહેબ શ્રી ની કચેરીમાં તારીખ 28/2/2023 ના રોજ આ ભૂમાફિયાઓ વિરુદ્ધ ઇ .પી.કો કલમ 406, 420, 465, 467, 468, 471, 120 બી અને 34 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા ફોજદારી ફરિયાદ અરજી દાખલ કરેલી જે ફરિયાદ અન્વયે હાલ ઘનશ્યામ ભગત અને તેના સાગરીતો ઉપર આજરોજ તારીખ 28/08/2023 ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની વધુ તપાસ સુરત શહેર ઈકો સેલ કરી રહ્યા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *