હાલમાં અવાર-નવાર આંતરિક ઝગડાઓમાં કે નજીવી બાબતે હત્યા કરી નાખવામાં આવે છે. ઘણીવાર પરિવારમાં અંદરો-અંદર ચાલતા ઝગડાઓ પણ હત્યાનું કારણ બનતા હોય છે, ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. હાલ જે મામલો સામે આવ્યો છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારો છે. આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માંગે છે.
યુપીના ગાઝિયાબાદ(Sihani Ghaziabad)માં માતા-પુત્રીની પાવડા વડે હત્યા કરવામાં આવી છે. બંનેના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા છે. દીકરીની ઉંમર માત્ર 14 વર્ષની છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપતાં આરોપી પતિની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે પતિ તેની પત્ની પર શંકા કરતો હતો, જેના કારણે તેણે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગાઝિયાબાદના સિહાની ગામના સાદ્દિકનગરમાં શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યે 35 વર્ષની રેખા પાલ અને 14 વર્ષની તાશુની હત્યા કરવામાં આવી હતી. આરોપી પતિ સંજય પાલ છે, જે ઈ-રિક્ષા ડ્રાઈવર છે. બપોરે લગભગ એક વાગ્યે પકડાયા પછી, તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને પોલીસને કહ્યું કે તેને રેખા કોઈના પ્રેમમાં હોવાની શંકા છે. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને આવું કરવાની મનાઈ કરી હતી, પરંતુ તે માનતી નહોતી.
આરોપીના કહેવા પ્રમાણે, 14 વર્ષની દીકરી તાશુ પણ રેખાને સપોર્ટ કરતી હતી, તેથી તે ગુસ્સે થઇ ગયો અને તેણે તેનો જીવ પણ લઈ લીધો. પહેલા પાવડા વડે રેખાનું ગળું કાપી નાખ્યું અને પછી ઓશીકા વડે મોઢું દબાવી દીધું. તે પછી ત્રીજા માળે ટેરેસ પર સૂઈ રહેલી પુત્રીને પણ મારી નાખી હતી. બંનેના મોત થયાની પુષ્ટિ થતાં તે ઘરને તાળું મારીને ભાગી ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે મોડી રાત્રે નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સાદ્દીકનગરમાં બની હતી. આ ઘટનાને અંજામ આપનાર પતિ સંજયપાલ છે, જેની ધરપકડ કરવામાં આવી છે. તે ઈ-રિક્ષા ચલાવે છે. તેણે ઘરેલુ વિવાદને પગલે પત્ની રેખા અને 14 વર્ષની પુત્રી તાશુની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તે દરવાજો બંધ કરીને ભાગી ગયો હતો. આરોપીએ મોડી રાત્રે તેના મિત્રને ફોન કરીને જણાવ્યું કે, તેણે તેની પત્ની અને પુત્રીની હત્યા કરી છે. આ પછી મિત્રએ પોલીસને ફોન કર્યો અને ડબલ મર્ડરની જાણ કરી.
શુક્રવારે સવારે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. આ પછી, સર્વેલન્સની મદદથી, આરોપી સંજય પાલને થોડા કલાકોમાં જ પકડી લેવામાં આવ્યો. પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે સંજયપાલ રિક્ષાચાલક છે. ઘણીવાર તે મોડી રાત્રે ઘરે પહોંચે છે. ખાવા-પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થયો હતો. જેને કારણે સંજયે તેની પત્ની અને પુત્રીની હત્યા કરી હતી.
પત્નીનો પીછો કરતો હતો ઓરોપી પતિ
પોલીસે સંજયની પૂછપરછમાં જણાવ્યું કે, તેના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા. આરોપીને ચાર-પાંચ વર્ષથી શંકા હતી કે, તેની પત્નીને અન્ય સાથે અફેર છે. ઘણી વખત તે તેની પાછળ ગયો, પછી તે નોઈડા અને અન્ય ઘણી જગ્યાએ જતો. ત્યાંના ગાર્ડને પૂછતાં તેની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. છેલ્લા એક વર્ષથી તે તેની પુત્રીને સાથે લઈ જતી હતી. આનાથી તેના ગુસ્સામાં વધારો થયો.
SP સિટી નિપુણ અગ્રવાલે જણાવ્યું કે, કેસમાં આરોપી પતિ સંજયની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન સંજયે શંકાના આધારે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રેખાના ભાઈ નિતિને સંજય અને તેના પુત્ર કૃણાલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.