ફળોના જ્યૂસમાં પેશાબ ભેળવીને વેચતો હતો દુકાનદાર: જુઓ દુકાનદારનો LIVE વિડીયો

Juice Vendor Urine video: બહારનું ખાવા પીવાનો શોખ કોને ન હોય, લોકોને બહારનું ખાવા-પીવાનું ખુબ જ ભાવતું આવતું હોય છે, પરંતુ હવે ગમે ત્યાં ખાવા પીવા ઉભા રહી જતા લોકો માટે એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગાઝિયાબાદમાં જ્યુસમાં માનવ મૂત્ર ભેળવીને વેચતો એક લારીવાળો ઝડપાયો છે. આ યુવક પ્લાસ્ટિકની બોટલમાં મૂત્ર ભરી રાખતો અને પછી જ્યુસ (Juice Vendor Urine video) સાથે મિક્સ કરી ગ્રાહકોને વેચતો હતો. પોલીસે આરોપી લારીવાળા અને તેને ત્યાં કામ કરતો તેના પુત્રની ધરપકડ કરી છે. પોલીસને તેની પાસેથી પ્લાસ્ટિકની એક બોટલ પણ મળી છે.

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક જ્યુસ વેચનાર લોકોને પેશાબ મિશ્રિત જ્યુસ પીવડાવતો હતો. હાલ ફરિયાદ બાદ આરોપી જ્યુસ વેચનાર અને તેના 15 વર્ષના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ સંદર્ભમાં માહિતી આપતા પોલીસે જણાવ્યું કે શુક્રવારે એક જ્યુસ વેચનારની ધરપકડ કરવામાં આવી હતી અને તેના 15 વર્ષના પુત્રની પણ અટકાયત કરવામાં આવી છે. આ મામલો ગ્રાહકોને કથિત રીતે પેશાબમાં મિશ્રિત ફળોનો રસ પીરસવા સાથે સંબંધિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોકોની ફરિયાદ બાદ આ ધરપકડ કરવામાં આવી હતી કે જ્યુસ વેચનાર ગ્રાહકોને માનવ પેશાબ મિશ્રિત ફળોનો રસ પીરસી રહ્યો હતો.

સ્ટોલ પાસેથી પેશાબ ભરેલું કેન્ટર ઝડપાયું
ACP અંકુર વિહાર ભાસ્કર વર્માએ શુક્રવારે જણાવ્યું કે આરોપીની ઓળખ આમિર તરીકે થઈ છે. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેના જ્યુસ સ્ટોલની તલાશી લીધી. જ્યાંથી પેશાબથી ભરેલું પ્લાસ્ટિક પણ મળી આવ્યું છે. પોલીસે જણાવ્યું કે માલિકને પેશાબથી ભરેલા કન્ટેનર વિશે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

વર્માએ કહ્યું કે આ કેસમાં જ્યુસ વેચનારના પુત્રની પણ અટકાયત કરવામાં આવી છે. ગ્રાહકો ઘણા દિવસોથી જ્યુસ વેચનાર સામે ફરિયાદ કરી રહ્યા હતા. જે બાદ પોલીસ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.