અરે બાપ રે… પત્ની પોતાના પતિને ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી ખવડાવતી હતી- પછી જે થયું તે જાણીને હેરાન થઇ જશો

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગાઝિયાબાદ(Ghaziabad)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિની ફરિયાદની લાંબી રાહ જોયા બાદ તેની ફરિયાદની તપાસ માટે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. આ કેસના ફરિયાદીનું કહેવું છે કે, તેની પત્નીએ તેના પીરિયડ્સ એટલે કે માસિક સ્રાવનું લોહી ખોરાકમાં ભેળવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ચેપ લાગ્યો હતો. પરંતુ તેનો જીવ બચી ગયો છે. પીડિત પતિએ ગયા વર્ષે 12 જૂન, 2020 ના રોજ કવિ નગર પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને તેના માતાપિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલો લાંબા સમય સુધી પોલીસ પાસે રહ્યા બાદ હવે આ નિર્ણય પર પતિએ રાહતનો શ્વાસ લીધો છે. હકીકતમાં, ફરિયાદ આવ્યા પછી, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લા તબીબી અધિકારી (સીએમઓ) ને પત્ર લખીને આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. હવે આ આરોપોની તપાસ માટે ચાર સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. આ બોર્ડના રિપોર્ટ બાદ ગાઝિયાબાદ પોલીસ આગળની કાર્યવાહી નક્કી કરશે. વાસ્તવમાં મામલો જૂનો છે પરંતુ તે સમયના મેડિકલ રિપોર્ટના આધારે આ મામલે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું આ મેડિકલ બોર્ડ માટે આસાન નહીં હોય.

એક અહેવાલ મુજબ આ પતિએ પોતાના દાવાને સમર્થન આપવા માટે મેડિકલ રિપોર્ટ પણ સબમિટ કર્યો છે. પીડિતાની ફરિયાદ પર, કવિ નગર પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ IPCની કલમ 328 અને 120B એટલે કે ગુનાહિત ષડયંત્ર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

‘લોહીવાળો ખોરાક આના કારણે આપ્યો’
ફરિયાદીએ દાવો કર્યો હતો કે, તે દિવસોમાં ખોરાક લીધા પછી જ્યારે તે અણધારી રીતે બીમાર પડ્યો ત્યારે તેણે સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટના મેડિકલ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે ઈન્ફેક્શનને કારણે તેના શરીરમાં સોજો છે. ફરિયાદી પતિના લગ્ન 2015માં થયા હતા.

ફરિયાદ મુજબ, પત્ની વારંવાર તેના સાસુ-સસરાથી અલગ થવાની જીદ કરતી હતી, પરંતુ તેનો પતિ તેના માતા-પિતાને છોડવા માટે રાજી ન હતો. આ પછી નાની-નાની વાતને લઈને શરૂ થયેલો ઝઘડો મોટા ઝઘડામાં ફેરવાઈ ગયો, ત્યાર બાદ મામલો બિચકતાં આ હદ સુધી પહોંચી ગયો.

ઝેર આપ્યાનો આરોપ:
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ આ મામલો ચર્ચામાં રહ્યો હતો. ત્યારે પણ પીડિતાએ તેની પત્ની અને સાસરિયાઓ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. પછી તેણે એમ પણ કહ્યું હતું કે, તેની પત્ની અને સાસરિયાઓએ તેને ખોરાકમાં ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નસીબ અને સતર્કતાને કારણે તે બચી ગયો હતો.

ફોન પર વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી:
આ મામલે પતિએ એમ પણ કહ્યું હતું કે, ‘પુત્રવધૂના રોજના ઝઘડાથી કંટાળીને મારા માતા-પિતા ઘર છોડીને સંબંધીઓ પાસે રહેવા ગયા હતા. આ પછી જ પત્નીએ તેના ભોજનમાં માસિક ધર્મનું લોહી મિક્સ કર્યું અને તેને રાત્રિભોજન માટે આપ્યું.

જ્યારે આ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તેને આ વિશે કેવી રીતે ખબર પડી, તો તેણે કહ્યું કે તેની પત્ની અને તેની માતા વચ્ચેની ફોન પર વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. આ કેસમાં એક વર્ષની તપાસ બાદ જ્યારે પોલીસે CMOને પત્ર લખ્યો ત્યારે ફરી એકવાર આ મામલો હેડલાઈન્સમાં આવતા વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *