હાઈવે પર પલટી મારી ગયું દેશી ઘી ભરેલુ ટેન્કર- જુઓ કેવી રીતે તગારા, ડોલ અને જે હાથમાં આવે તે લઈને ભરવા તૂટી પડ્યા લોકો

રાજસ્થાન(Rajasthan)ના સિરોહી(Sirohi) જિલ્લામાં દેશી ઘી ભરેલું ટેન્કર(Ghee filled tanker) પલટી જતાં ત્યાં ઘી લૂંટવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન ઈજાગ્રસ્ત ડ્રાઈવર…

રાજસ્થાન(Rajasthan)ના સિરોહી(Sirohi) જિલ્લામાં દેશી ઘી ભરેલું ટેન્કર(Ghee filled tanker) પલટી જતાં ત્યાં ઘી લૂંટવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન ઈજાગ્રસ્ત ડ્રાઈવર ટેન્કરમાં જ ફસાઈ ગયો હતો પરંતુ કોઈએ તેની કાળજી લીધી ન હતી.

બાદમાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. લગભગ 3 કલાક સુધી લોકો હાઈવે પરના વાસણોમાં ઘી ભરવાનો પ્રયાસ કરતા રહ્યા. પોલીસને જોઈને કેટલાક લોકો ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે કેટલાક હજુ પણ ઘી જ ભરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મામલો સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ વિસ્તારનો છે. ત્યાં શનિવારે ગાંધીધામથી રૂદ્રપુર તરફ દેશી ઘી ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું. આ દરમિયાન  હાઈવે પર જઈ રહેલું ટેન્કર બેકાબૂ થઈ ગયું અને રોડ પર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં તેમાંથી ઘી નીકળવા લાગ્યું હતું. જેના કારણે આ ઘી રોડ અને તેની નજીક બનેલી ગટરોમાં વહેવા લાગ્યું હતું. આ જોઈને નજીકમાં આવેલી હોટલ અને ઢાબાના કર્મચારીઓ ઘી એકત્ર કરવા માટે બોટલો, ડ્રમ અને વિવિધ પ્રકારના વાસણો સાથે ત્યાં ઘી ભરવા માટે પહોંચી ગયા હતા.

પોલીસે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો:
લોકો ત્યાં વાસણમાં ઘી ભરવા લાગ્યા. આ દરમિયાન ડ્રાઈવર ટેન્કરમાં ફસાઈ ગયો હતો પરંતુ કોઈએ તેને બચાવવાની તસ્દી પણ લીધી ન હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પહેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો અને એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં મોકલ્યો. બાદમાં પોલીસે ભીડને ત્યાંથી હટાવવાના પ્રયાસો કર્યા પરંતુ તે અડગ રહી. આ અંગે પોલીસે કડક કાર્યવાહી કરવી પડી હતી.

તેમ છતાં કેટલાક લોકો ત્યાં જ ઉભા રહ્યા. તે જ સમયે પોલીસ જતાની સાથે જ કેટલાક ફરી આવ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી લોકો રસ્તા અને નાળાઓમાં વહેતું ઘી ભેગું કરતા રહ્યા. હાઈવે પર ઘી વેરાઈ જવાના કારણે ટુ વ્હીલર ચાલકો ત્યાં ગફલતભરી રીતે ચડી જવાની સંભાવના હતી. જેના કારણે તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ દરમિયાન પોલીસકર્મીઓ ટુ વ્હીલર ચાલકોને પણ સૂચના આપતા રહ્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લોકો ખાદ્યપદાર્થો ભરેલી ટ્રકો કે ટેન્કરો પલટી જવાના કારણે ઉપાડવા આવતા રહે છે. આ સંજોગોમાં તે ભીડને નિયંત્રિત કરવી પોલીસની સામે મોટો પડકાર બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *