ડાંગમાં મેઘરાજાની જમાવટ! સર્જાયા નયનરમણીય દ્રશ્યો, જુઓ સોળે કળાએ ખીલી ઉઠેલા ધોધનો વિડીઓ 

હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા દક્ષિણ ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ(Dang)…

હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા દક્ષિણ ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ(Dang) જિલ્લામાં પણ ખુબ જ સારો એવો વરસાદ વરસ્યો છે. અહીં વરસાદને કારણે ડાંગ જીલ્લો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં અનેક ધોધ આવ્યાં છે જે પૈકીના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલો ગીરાધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ દ્રશ્યને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

ગીરાધોધ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર:
ડાંગ જિલ્લામાં આવેલા અનેક ધોધ પૈકી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ગીરાધોધ છે. અહીં ચોમાસાની ઋતુમાં લાખો સહેલાણીઓ આવે છે. ત્યારે આ વર્ષે પણ ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે ધોધના ધસમસતા પાણીના પ્રવાહમાં કોઈ વહી ન જાય તે માટેની તકેદારી રાખવા માટે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. અહીં, વરસાદને પગલે કુદરતી વાતાવરણમાં ચાર ચાંદ લાગે છે.

લો લેવલ લોઝવે પર સિક્યુરિટી તૈનાત:
ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર ભાવિન પંડ્યાએ, જિલ્લાના લો લેવલ કોઝ વે સહિતના માર્ગો ઉપર ઠેર-ઠેર સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવાની જાહેરાત કરી છે. તેમજ કોઈ વાહન ચાલકો, પશુપાલકો, સ્થાનિક ગ્રામજનો જોખમી રીતે માર્ગ, કોઝ વે કે પુલ પરથી પસાર ન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપી છે. ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓને પણ જોખમી જગ્યાએ સેલ્ફી કે ફોટોગ્રાફ્સ ન લેવા માટે કલેકટર દ્વારા વિનંતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *