અડધી રાત્રે બંધ રૂમમાં સુતેલી યુવતીનું મોઢું દબાવીને આધેડે આચર્યું દુષ્કર્મ, જાણો કયાની છે ઘટના

હાલમાં ગીરગઢના ખીલાવડમાં રાત્રે ઘરમાં સૂતેલી યુવતી પર ગામના જ આધેડે ઘરમા પ્રવેશ કરી મોઢું દબાવીને બળજબરીપૂર્વક બળાત્કાર કરી ભાગી ગયો હતો. યુવતીની ફરિયાદ પરથી પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કોરોનાનો ટેસ્ટ કરી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામા આવશે.

ગીરગઢડાના ખીલાવડ ગામે તા.21એ રાત્રે યુવતીના માતા-પિતા બહારગામ જતા યુવતી તેના કાકા સાથે રહેતી હતી અને રાત્રીના યુવતી રૂમ બંધ કરીને સુતી હતી ત્યારે ગામનો એક શખસ હાસમ નથુ મકવાણાએ ફળિયામા પ્રવેશી રૂમનુ બારણુ ખખડાવતા યુવતીએ દરવાજો ખોલતા જ યુવતીનું મોઢું દબાવીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ હિંમત કરી આરોપીનો મોઢા ઉપરથી હાથ હટાવી મદદ માટે બૂમો પાડતા આરોપી ગભરાઈને ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટના અંગે યુવતીએ તેના કાકાને વાત કરતા તેમણે યુવતીને ગીર ગઢડા પોલીસ સ્ટેશને લઈ જઈને પીએસઆઈને આ બાબતની વાત કરતા પોલીસ દ્વારા આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા પોલીસની ટીમને ખીલાવડ ગામે મોકલી આપવામાં આવી હતી. ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ આરોપી અગાઉ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ફોટો મુકવા બાબતે પણ ચર્ચામા આવ્યો હતો.

આ અંગે વધુ તપાસ પીએસઆઈ કલ્પનાબેન અઘેરા દ્વારા કરવામાં અવી હતી અને આરોપીની અટક કરી તેનો કોવિડનો ટેસ્ટ કર્યા બાદ તેની ધરપકડ કરવામા આવશે. હાલ ભોગ બનનાર યુવતીને મેડિકલ તપાસ સારવાર માટે દવાખાને ખસેડવામા આવી છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમા ભોગ બનનાર યુવતીના સગાને ખીલાવડ ગામના સરપંચે ફોન કરી આ બનાવની ફરિયાદ ન કરવા તથા રૂપિયા જોઈએ તેટલા લઈ અને સમાધાન કરી લેવાનું કહ્યું છે. આરોપી માથાભારે અને ઝનૂની હોવાનુ જાણવા મળ્યું હતું. પરંતુ યુવતીના સગાએ સરપંચની વાત ન માની અને પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ વિડીયોની પોલીસે તપાસ કરી સત્ય બહાર લાવવુ જોઈએ.

ખીલાવડ ગામની યુવતી પર બળાત્કાર કરનાર ગામના જ વિધર્મી શખસ સામે આકરી કાર્યવાહી કરવા વિહીપ, બજરંગદળના નિપુલભાઈ શાહ, પ્રવીણભાઈ વાળા, વકીલ રામજીભાઈ પરમાર સહિતના આગેવાનો કાર્યકરો દ્વારા માંગણી કરવામાં આવી છે. આવા તત્વોને મદદ કરનાર, ગેરકાયદેસર સહકાર આપનારાઓનુ મોટુ જૂથ છે. જેથી આ ગુનાની પ્રક્રિયા ઝડપી કરી તેમજ ભોગ બનનારને ડરાવી, ધમકાવી નહિ તે માટે પોલીસ રક્ષણ મળે તેવી પણ માંગણી કરીને પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.

કોડીનારના છાછર ગામે બે સગીરાની છેડતી અને એક સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી સાજીદ ઈમરાન વાકોટને પોલીસ દ્વારા ગુનો નોંધી ઝડપી લેવામાં આવ્યો હતો અને આજે કોડીનાર કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા સરકારી વકીલની રીમાન્ડની દલીલો ધ્યાનમાં લઈ બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *