ગીર સોમનાથ(ગુજરાત): પોલીસ દ્વારા હાલ સત દરોડા પાડીને દારૂપાર્ટી તેમજ દારૂની હેરાફેરી પણ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ગીર સોમનાથ(Gir Somnath)ના ઉના(Una)માં દારૂબંધીના ધજાગરા ઊડ્યા હોવાનું સામે આવ્યું છે. ગોવા(Goa)ની પાર્ટી જેવો નજારો ઉનાના એક ગામમાં જોવા મળ્યો છે. ઉનાના કાલાપણ(kalapan) ગામના લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો સોશિયલ મીડિયા(Social media)માં વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઇને ધમાલ કરી રહ્યા છે. આ ઘટનામાં પોલીસ(Police) દ્વારા 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ, રાજ્યમાંથી દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાઈ રહ્યો છે. જેને જોતા એવું લાગે છે કે, રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. ઉનાના કાલાપણ ગામમાં લગ્ન પ્રસંગે દારૂ પીતો તેનો વીડિયો વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં કેટલાક નબીરા જાહેરમાં દારૂની બોટલો સાથે ડાન્સ કરતા જોવા મળે છે જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ન હોય. ગુજરાતી ગીત પર ડાન્સ કરતી વખતે આ નબીરા દારૂ પી રહ્યા છે અને એકબીજા પર અત્તરની જેમ છાંટી રહ્યા છે. આ લોકોને કાયદાનો કોઈ ડર નથી.
આ ઘટનામાં 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના ઉના તાલુકાના કાળાપણ ગામની છે. ગામમાં એક લગ્નમાં દાંડિયા રાસ નિમિત્તે દારૂની રેલમછેલ થઈ હતી. ગામના વિજય સોલંકી, અશ્વિન સોલંકી, નરશી સોલંકી અને જયેશ સહિત કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.