Lion-Buffalo Fight Viral Video: આજે ગીર સોમનાથના કોડિનારમાંથી ગજબનો એક વિડીયો સામે આવ્યા છે. જેમાં એક સિંહ ભેંસોના તબેલામાં ઘુસ્યો હતો. પરંતુ સિંહને તેની આ હરકત ભારે પડી હોય તેવો વિડીયો હાલમાં સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કોડીનારના ઘાટવડ ગામે તબેલામાં પશુઓની વચ્ચેથી સિંહણ ભાગી હોવાનો વીડિયો (Lion-Buffalo Fight Viral Video) સામે આવ્યો છે. કોડીનારના ઘાટવડ ગામે વાડી વિસ્તારમાં ભેંસોના તબેલામાં શિકાર કરવા માટે સિંહણે ઉપરથી કૂદકો મારી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે એક ભેંસે સિંહણને શિંગડે ચાડવતા સિંહણ ઊભી પૂંછડીએ ભાગી હતી.
ભેંસોના તબેલામાં ઘૂસવું સિંહણને ભારે પડ્યું
ભેંસોના તબેલામાં આ સિંહ અંદર પ્રવેશ કરતા ભેંસોમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે સિંહણ અંદર તો ઘૂસી ગઇ પરંતુ ભેંસોને જોઇ ગભરાઈ ગયા બાદ બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી. ત્યારે જ એક ભેંસે પોતાનાં શિંગડા ચડાવતા સિંહણ ભડકી અને તબેલામાંથી બહાર દોટ મૂકી નાસી છૂટી હતી.
આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરેલ જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આવી ઘટના જોતા ખેડૂત અને આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઘટના કોડીનારના ઘાટવડ ગામની સીમવાડી વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે.
અગાઉ અમરેલીમાંથી પણ એવો એક વિડીયો વાયરલ થયો હતો
બીજી તરફ આ અગાઉ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે શિકારની શોધમાં આવેલી સિંહણ જીવ બચાવવા ઉભી પૂછડિયે ભાગી હતી. ભેંસોએ સિંહણ પાછળ દોડ લગાવી હતી અને સિંહણ ઉભી પૂછડિયે ભાગી હતી અને જંગલ તરફ જતી રહી હતી. જેનો વીડિયો સ્થાનિક પશુપાલકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે.
રાજુલા જાફરાબાદ દરિયાકાંઠા વિસ્તારની અંદર સિંહનું સામ્રાજ્ય ઊભું થયું છે અને રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન શિકારની શોધમાં સિંહ આ વિસ્તારમાં આવતા હોય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે આજે વધુ એક સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App