હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં સમાજની શરમે અથવા કુકર્મ છુપાવવા માટે નવજાતને ત્યજી દેવામાં આવે છે. એવો જ એક કાળજું કંપાવે તેવો કિસ્સો પંચમહાલમાંથી સામે આવ્યો છે જેમાં ગઈકાલે મોરવાના સંતરોડ પાસે પસાર થતી પાનમ નદીના પુલ નીચેથી એક નવજાત બાળકી મળી આવી હતી. ત્રણ દિવસની માસુમ દીકરીને કોઈ નિર્દયી માતા-પિતા મોતને હવાલે છોડી ગયા હતા.
મળતી માહિતી મુજબ, પંચમહાલના મોરવાના સંતરોડ નજીકથી પસાર થતી પાનમ નદીના પુલ નીચેથી એક નવજાત બાળકી ઓઢણીમાં લપેટલી હાલતમાં મળી આવી હતી. ફૂલ જેવી માસૂમ દીકરીને કોઈ કુંવારી માતા પોતાનું કુકર્મ છુપાવવા માટે અથવા તો દીકરાની ઘેલછામાં દીકરી અવતરી એ બાબત સહન ન થતા માતા અથવા તેના પરિવારજનો મરવા છોડી ગયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાળોતિયામાં વીંટળાયેલી આ નવજાતના રૂદનથી નદીનો પટ ચીરાઈ જતો હતો એવું લાગી રહ્યું હતું.
આ દરમિયાન ગઈકાલે બપોરના સમયે પાનમના પુલ નીચેથી પસાર થતા શ્રમજીવી રાહદારીઓ આ બાળકી માટે ફરિશ્તા બની આવ્યા હતાં. આ રાહદારીઓ પુલ નીચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાળકના જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી તેમની નજર આ બાળકી પર પડતા તેમણે મોરવા હડફ પોલીસનો સંપર્ક કર્યો હતો.
જે રાહદારીઓએ આ બાળકીને જે હાલતમાં જોઈ હતી, તેમના કહેવા મુજબ બાળકી એટલી જોરથી રડી રહી હતી અને જે હાલતમાં મળી આવી તે દ્રશ્ય જોઈ ઉપસ્થિત તમામ લોકોના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતાં. બાળકી જીવિત હાલતમાં હોવાથી રાહદારીઓ દ્વારા તાત્કાલિક મોરવા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસ દ્વારા બાળકીની હાલત જોતા માત્ર ત્રણ દિવસ પહેલા જન્મેલી હોવાનું જણાઈ આવતા નવજાતને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ નિયમ મુજબ હવે આ બાળકીને સરકારી આશરામાં મોકલવામાં આવશે. આ સમગ્ર મામલે મોરવા હડફ પોલીસ દ્વારા બાળકીને ત્યજી જનાર વ્યક્તિઓના વિશે પણ ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.