ગુજરાતના આ શહેરમાં સામાન્ય લોકો માટે તૈયાર થયું હાઇફાઈ ફેસિલિટીવાળું કોવિડ સેન્ટર- તસ્વીરો જોઇને…

કોરોનાનું સંક્રમણમાં દિવસેને દિવસે ખુબ જ તેજીથી વધી રહ્યું છે. ત્યારે આ કોરોના કેટલાય લોકોને પોતાના ભરડામાં  લઇ ચુક્યો છે. ત્યારે અનેક ધાર્મિક અને સામાજિક…

કોરોનાનું સંક્રમણમાં દિવસેને દિવસે ખુબ જ તેજીથી વધી રહ્યું છે. ત્યારે આ કોરોના કેટલાય લોકોને પોતાના ભરડામાં  લઇ ચુક્યો છે. ત્યારે અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થા લોકોની વહારે આવે છે ત્યારે આવી કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં ફરી માનવતા મહેકી છે. તો ચાલો જણાવીએ તમને સંપૂર્ણ અહેવાલ..

રાજકોટ શહેરમાં ફરી એક વાર માનવતા સામે આવી છે, જયારે રાજકોટ શહેરના 22 માળના સિલ્વર હાઈટસ બિલ્ડિંગ દ્વારા આજે કોવીડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સિલ્વર હાઈટસ બિલ્ડિંગમાં શરીરના તમામ અંગોની બીમારીઓની સારવાર કરતા 45 થી વધુ ડોકટરો રહે છે. આ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા બિલ્ડિંગમાં રહેતા 105  જેટલા પરિવારને મળી રહે તે માટે સિલ્વર હાઈટસ બિલ્ડિંગના ક્લબ હાઉસમાં જ સજ્જ સુવિધાઓ સાથે અને ફૂલ ફેસીલીટી સાથે કોવિડ સેન્ટર ઉભું કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

શરૂઆતના સમયમાં અહિયાં ફક્ત 6 બેડ મુકવામાં આવ્યા છે અને બેડ સાથે નર્સિંગ સ્ટાફ અને ઓક્સિજનની પણ સુવિધા કરવામાં આવેલ છે. સદભાગ્યે હજુ સુધીમાં 1 પણ બેડ પર કોરોનાગ્રસ્ત દર્દી એડમીટ નથી થયું અને જોઈ વ્યક્તિને કોરોના વાયરસના કોઈ પણ લક્ષણ હોય તો તે દર્દી ઘરમાં રહેવા ઇચ્છતું ન હોય તો આ કોવીડ સેન્ટરમાં એડમીટ થઈને જરૂરી સારવાર મેળવી શકશે.

સિલ્વર હાઈટસ બિલ્ડિંગના બિલ્ડર મુકેશભાઈએ જણાવતા કહ્યું છે કે, હાલમાં ઘણી હોસ્પીટલમાં બેડ ખાલી ન હોવાને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓ રઝળી રહ્યા હોય છે અને જેને લીધે કેટલાક દર્દીઓના મૃત્યુ પામે છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને સિલ્વર હાઈટસ બિલ્ડિંગમાં કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના કોઈ પણ ગંભીર લક્ષણો ધરાવતા કોઈ દર્દીને હોસ્પિટલમાં બેડ ન મળે તો અહિયાં કોવિડ સેન્ટરમાં દાખલ કરીને તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવશે.

આ કોવીડ સેન્ટરમાં વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર કાંત જોગાણી, સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર સંકલ્પ વણઝારા અને અન્ય બીજા ડોકટરો જેવા કે ડો.જયેશ સોનવાણી, ડો.જનક ઠક્કર, ડો.સાવલિયા મળીને કુલ 45 જેટલા ડોકટરો સેવા આપશે. હાલમાં તો ઓક્સિજનની પણ પુરતી સેવા ઉભી કરી દેવામાં આવી છે અને જો આગામી સમયમાં જરૂર મુજબ બીજા અન્ય બેડની પણ સુવિધા કરવાની થશે તો તેમની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

નોંધનીય બાબત એ છે કે, રાજકોટ શહેરમાં અત્યારે કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધી રહેલા કોરોનાના કેસોને કારણે રાજકોટની હોસ્પિટલોમાં બેડ ની ભારે પ્રમાણમાં અછત જોવા મળી રહી છે. જયારે બીજી બાજુ ઇન્જેક્શન અને ઓક્સીજન માટે દર્દીઓએ ખુબ દોડવું પડી રહ્યું છે. જયારે અમુક દર્દીઓને ઓક્સીજન ના મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે અને ઘરે દાખલ રહેતા દર્દીઓને નથી વ્યવસ્થિત સારવાર મળતી કે નથી દર્દીઓને પુરતો ઓક્સીજન મળતો. જેમને કારણે અમુક દર્દીઓ ઘર પર જ મૃત્યુ પામી રહ્યા છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતી જતી હોવાને કારણે ઘણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને કેટલીક અન્ય સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *