મધ્યપ્રદેશમાં આવેલ સિઓનીમાં કૂવામાંથી કુલ 2 છોકરીઓ મૃત હાલતમાં મળી આવતાં જ એક સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના એડેગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારનાં કોંડારા ગામમાં બની છે. પોલીસે બંનેનાં મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે પણ લખનઉની હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. બંનેનાં મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બંને છોકરીઓ સગી બહેનો જ છે. એકની ઉંમર માત્ર 16 તો બીજી માત્ર 18 વર્ષની જ છે. પોલીસના જણાવ્યા અનુસાર વોટ્સએપ પર 2 દિવસ પહેલાં સબંધીઓએ બે યુવકોને મેસેજ કરવાં પર શંકા પણ ઉપજાવી હતી. બંને યુવકો ઘરેથી પણ ફરાર થયેલ છે તથા પોલીસ એમની શોધ પણ કરી રહી છે.
પોલીસ મથકનાં પ્રભારી ઇશ્વરી પટેલનું કહેવું છે, કે અડાગાંવ પોલીસ મથકના કોંડારા ગામમાં ખેતરનાં કૂવામાં કુલ 2 યુવતીની લાશ મળી આવી છે. તેમના મૃતદેહ ખેતરના કૂવામાંથી મળી આવ્યા હતા. જેને ગામ લોકોની મદદથી બહાર કાઢેલ. એમની મોતનું રહસ્ય હલ કરવા માટે ફરાર યુવકોની શોધખોળ પણ હાથ ધરી છે.
મૃતક યુવતીના ભાઈ દુર્ગેશે જણાવ્યું હતું, કે બબલુ અન કાશીરામ નામનાં 2 છોકરાઓ રાત્રે મારી બહેનોની સાથે ઓનલાઇન વાત કરતા હતા. મેં એમની સાથે વાત કરવાનાં પડી હતી. તેથી તેઓએ મને ધમકાવવાનું પણ શરૂ કર્યું હતું, ત્યારબાદ ખબર પડી કે મારી બંને બહેનોનાં મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP