હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. યુવતીઓને બીજું કંઈ ભાવે કે નહી પરંતુ ઘણી યુવતીઓને બંનેએ પાણીપુરી ખાવી ખુબ જ પસંદ હોય છે. પાણીપુરીને બીજાં શબ્દોમાં ગોલગપ્પા પણ કહેવામાં આવે છે. પરંતુ ઘણીવાર પાણીપુરી ખાવી એ ભારે પડી જતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
ઉત્તરપ્રદેશમાં આવેલ મિર્ઝાપુરમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતી જ્યારે પાણીપુરી ખાવા માટે ગઇ હતી તો એને પાણીપુરી વાળા સાથે જ પ્રેમ થઇ ગયો હતો. આટલું જ નહીં સમય મળતાં જ યુવતી એની સાથે ભાગી પણ ગઇ હતી.
યુવતી જ્યારે બીજા દિવસે ઘરે પાછી ફરી ત્યારે સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. કોરોના કાળમાં લાગેલ લોકડાઉન વખતે એક યુવતી પાણીપુરી વાળાને પાણીપુરી ખાતાં ખાતાં જ પોતાનું દિલ આપીને બેઠી હતી તેમજ બંને ભાગી પણ ગયાં હતાં.
લોકડાઉનમાં ઝાંસીનો રહેનાર એક યુવક જેની ઉંમર માત્ર 20-22 વર્ષની આસપાસ હશે, તે કછવા બજારમાં પાણીપુરી વેચવાનું કામ કરતો હતો. આ દરમિયાન ત્યાં રહેનાર એક યુવતી ત્યાં નિયમિત ચાટ ખાવા માટે પણ આવતી હતી.આ ઘટના મિર્ઝાપુરમાં આવેલ કછવા બજારની છે, જ્યાં ઝાંસીથી આવીને રસ્તા પર પાણીપુરી વેચનાર યુવકની સાથે માત્ર 17 વર્ષની હાઈસ્કૂલની યુવતીને પ્રેમ થઇ ગયો હતો.
યુવતી નિયમિત પાણીપુરી ખાવા માટે પણ ત્યાં જતી હતી. ત્યારબાદ બંને 28 જુલાઇની રાત્રે 11 વાગ્યે ભાગી પણ ગયાં હતાં. યુવતીનાં પરિવારને જાણ થઇ કે રસ્તા પર પાણીપુરી વેચનાર યુવક પણ ગાયબ છે. તો પરિવારે કછવાનાં પોલીસ સ્ટેશનમાં આ બાબતની સૂચના પણ આપી હતી.
યુવતી નિયમિત ચાટ ખાવા માટે પાણીપુરી વાળાની પાસે પણ જતી હતી. તેને ત્યાં જ પાણીપુરી ખાવી ખૂબ પસંદ પણ હતી. પરતું લોકો એ સમજી ન શક્યા કે પાણીપુરી ખાતાં ખાતાં જ એને પાણીપુરી વાળાની સાથે જ પ્રેમ પણ થઇ ગયો હતો.
જ્યારે પ્રેમ થયો તો પાણીપુરી વિક્રેતાએ તેનો સમગ્ર ધંધો બંધ કરીને તે યુવતીને લઇને પોતાના ઘરે ઝાંસી ભાગી પણ ગયો હતો. પરંતુ ઝાંસી પહોંચતાની સાથે જ યુવકનાં ઘરે પોલીસ પણ પહોંચી ચૂકી હતી. ત્યારબાદ પોલીસે યુવતીને એનાં પરિવારને સોંપી પણ દીધી હતી.
માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘણી સક્રિય થઇ ગઇ હતી. એની વચ્ચે પાણીપુરી વેચનાર યુવકે પરિવારને મોબાઈલથી જ કોલ કરીને જણાવ્યું હતું, કે તે પોતાની પ્રેમિકાની સાથે ઝાંસી તરફ જઇ રહ્યો છે. જો, કે યુવકનાં પરિવારે તેમજ પોલીસની સાથે વાતચીત કર્યા બાદ એણે યુવતીને છોડી દીધી હતી.
બીજા જ દિવસે પ્રેમીની સાથે ભાગેલ યુવતીને પોલીસની મદદથી એનાં પરિવારને સોંપવામાં પણ આવી હતી. કછવા પોલીસ સ્ટેશનનાં અધિકારી સુભાષ ચંદ્રરાયનું જણાવવું છે, કે આ ઘટના 28-29 જુલાઇની છે. આ મામલામાં અમે કોઇ કેસ નોધ્યો નથી. પરિવારની સૂચના પર યુવતીને શોધીને તેને બીજે જ દિવસ એનાં પરિવારને સોંપી પણ દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP