ચાર છોકરા સાથે મળીને એક યુવતીએ બીજી યુવતીને બનાવી હવસનો શિકાર, પ્રાઇવેટ પાર્ટમાં દારૂની…

આજકાલ વધતા બળાત્કારના કેસો દરમિયાન મહિલા સાથે જાતીય શોષણનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રાજસ્થાનના જોધપુરનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં એક મહિલાએ તાજેતરમાં જ આત્મહત્યા કરી હતી. જોકે, કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ આ વાતનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે, આ વીડિયો જોધપુરની ઘટના સાથે જોડાયેલ નથી.

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ચાર છોકરાઓ અને એક છોકરી એક મહિલા પર જાતીય શોષણ કરતી જોઇ શકાય છે. આ સમય દરમિયાન આરોપી પીડિતાના ખાનગી ભાગમાં દારૂની બોટલ પણ ઘુસાડી રહ્યો હતો. આ દરમિયાન, તેણે વીડિયો બનાવવા સિવાય આ ઘટનાને અન્ય પરિચિતોને વીડિયો કોલ દ્વારા પણ બતાવી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને રાજસ્થાનના જોધપુરમાં મહિલાની આત્મહત્યા સાથે જોડી દીધી. તમને જણાવી દઇએ કે, 23મે ના રોજ જોધપુરમાં નાગાલેન્ડની 25 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી હતી અને ભાડાના મકાનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. તે જોધપુરની ‘નવીન જ્યુસ રેસ્ટોરન્ટ’માં કામ કરતી હતી. નાગા સ્ટુડન્ટ્સ યુનિયનના રાજસ્થાન યુનીટે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટના માલિકે અંતિમ વિધિનો ખર્ચ લીધો હતો.

વાયરલ વિડીયોને જોધપુરનો કહેવા વાળા દાવાને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ઇનકાર્યો છે અને ટ્વીટ કરીને કહ્યું કે, “નોર્થ-ઇસ્ટની એક મહિલા પર 4 પુરુષો અને એક મહિલાએ બળાત્કાર ગુજાર્યો હતો તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.” આ જોધપુર આત્મહત્યા કેસ સાથે જોડાયેલો કેસ નથી. મેં જોધપુરના પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે. જોકે, તમામ રાજ્યોની પોલીસે ગુનેગારોને પકડવા માટે તમામ પ્રયત્નો કરવા પડશે. આ સાથે આસામ પોલીસના ટ્વિટને રીટ્વીટ કરીને લખ્યું કે, ‘હું દેશના નાગરિકોને અપીલ કરું છું કે તે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને મદદ કરે.’

આસામ પોલીસે ટ્વિટર પર તે પાંચ આરોપીઓની તસવીર જાહેર કરી છે જેણે આ મહિલા સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો છે. અને કહ્યું છે કે, આ તસવીરો 5 ગુનેગારોની છે જેઓ એક વાયરલ વીડિયોમાં એક યુવતી પર નિર્દયતાથી બળાત્કાર ગુજારતા જોવા મળે છે. આ ઘટનાનો સમય અને સ્થળ સ્પષ્ટ નથી. આ અપરાધ અને અપરાધીઓ વિષે જાણકારી ધરાવનાર વ્યક્તિ અમારો સંપર્ક કરી શકે છે. તેને આકર્ષક ઈનામ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *