સુરતમાં માત્ર 10માં ધોરણમાં ભણતી સગીરા થઇ ગર્ભવતી, DNA રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો

હાલમાં સુરતમાંથી એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો ચર્ચાએ ચડ્યો છે. કતારગામની ધોરણ 10ની વિદ્યાર્થિની ગર્ભવતી હોવાનું સામે આવ્યા પછી પોલીસે સગીરા પર દુષ્કર્મ કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ કરી છે. જ્યારે ચોથા પ્રેમીની શોધખોળ શરૂ છે. સગીરાનું તેના ચાર પ્રેમીઓએ શોષણ કર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

સુરતના કતારગામની 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેની માતા 2009માં તેના પિતાથી અલગ થઈ ગઈ હતી. ત્યારબાદ કેટલીક વખત તેની માતા તો કેટલીક વખત તેના પિતા સાથે રહેતી હતી. 31 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થિનીને પેટમાં દુ:ખાવો થતાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પરિવારજનોએ સમગ્ર હકીકત પૂછતાં કિશોરીએ સમગ્ર વાત જણાવી હતી. જેથી પરિવાર દ્વારા સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા યશ વિજયભાઈ કડિયા નામના યુવકે મિત્રતા કરી હતી અને ત્યારબાદ તેની સાથે અવારનવાર વાતચીત પણ કરતો હતો. બાદમાં કિશોરીને વિશ્વાસમાં લઈને પ્રેમભરી વાતો કરી તેને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેણે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ કોઈને જાણ ન કરી હતી. અને કિશોરી ગર્ભવતી થતા સમગ્ર ઘટના આમે આવી હતી.

કિશોરીએ ગર્ભવતી હોવા અંગે પોલીસને પહેલા જુઠ્ઠું કહ્યું હતું. ત્યારબાદ યશનું નામ આપ્યું હતું. આ અંગે પરિવારજનોની ફરિયાદને આધારે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી યશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધીને તેની પર કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી.

કતારગામ પોલીસે પરિવારને સાથે રાખી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં પહેલા યશનું નામ આપ્યું હતું, ત્યારબાદ સગીરાએ ધીરજ નામના યુવકનું નામ આપ્યું આપ્યું હતું. ધીરજે લલચાવી-ફોસલાવી દુષ્કર્મ કર્યું હોવાનું સગારીએ કહ્યું હતું, જેથી પોલીસ દ્વારા ધીરજ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે.

સગીરાએ બે પ્રેમીએ દુષ્કર્મ આચર્યાનું જણાવ્યા બાદ વધુ બે યુવકોનાં નામ આપતાં પોલીસ ચોંકી ઊઠી હતી. જે દરમિયાન અજય નગરાળેની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ જાણવા પોલીસ દ્વારા તમામ આરોપીઓના ડીએનએ માટે સેમ્પલ લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડીએનએ પરીક્ષણમાં સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ સ્પષ્ટ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *