ઇમારતમાંથી કૂદીને પોતાની જાતને બચાવવાનો એક આશ્ચર્યજનક કિસ્સો તૂર્કી શહેર અંતાલ્યામાંથી સામે આવ્યો છે. અહીં એક છોકરીએ પોતાની જાતને બચાવવા માટે એક ઉચી બિલ્ડિંગની બારીમાંથી છલાંગ લગાવી હતી. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ છોકરીનું અપહરણ કર્યા બાદ તેનું શોષણ કરવામાં આવ્યું હતું.
કથિત રીતે ત્રાસ ગુજાર્યા પછી, 19 વર્ષીય સિરીએ બારીમાંથી કૂદીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો. આ મામલો ગુરુવારના રોજનો છે, જ્યારે તે ફ્લેટની બારીની નીચે ફૂટપાથ પર પડી હતી, તે દરમિયાન તેણી એક કાર સાથે અથડાઈ હતી. આ પછી ત્યાં હાજર લોકો તેને મદદ કરવા દોડી ગયા. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસને ફોન કર્યો. સિરીન 30 ફૂટ નીચે પડતા પહેલા મદદ માટે ચીસો પાડી રહી હતી. લોહીથી લથપથ સિરીન ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને સ્ટ્રેચરની મદદથી પેરામેડિકલ સ્ટાફ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
બેભાન થઈ જતાં પહેલાં તેણે આરોપ લગાવ્યો, ‘ઈરાનના કેટલાક લોકોએ મારું અપહરણ કર્યું અને મારઝૂડ કરી હતી. તેઓએ મને વેચવાનો પ્રયાસ કર્યો. સિરિને કુદકો માર્યો તેને જોનાર સાહિન નામના વ્યક્તિએ ટર્કિશ ન્યૂઝ વેબસાઈટ હેબર્લરને જણાવ્યું હતું કે, હું રસોડામાં હતો જ્યારે મેં તેનો અવાજ સાંભળ્યો કે હું મરવા માંગુ છું. આ આશ્ચર્યજનક ઘટનાના અન્ય પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘અમે તેને કૂદકો ન મારવા સમજાવ્યા પણ તેણે સાંભળ્યું નહીં. તેણી ચીસો પાડી રહી હતી કે તેના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો અને તે મદદ માંગી રહી હતી.
સાથે જ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં, છોકરીની સ્થિતિ વિશે કંઇ જાણી શકાયું નથી. હાલમાં ત્યાની પોલીસ સમગ્ર ઘટના અંગેની કડકાઈથી તપાસ થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.