જોશમાં હોશ ખોઈ બેઠી યુવતી: ચાલુ ટ્રેનમાં…વીડિયો જોઈને તમારું હૃદય કંપી જશે

Train Viral Video: સોશિયલ મીડિયા પર એક હચમચાવી નાખતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે એક છોકરી ચાલતી ટ્રેનની (Train Viral Video) સીડી પર ઉભી છે. તેની પાછળ એક માણસ ઉભો છે જે છોકરીનો વીડિયો બનાવી રહ્યો છે. છોકરીને જોઈને એવું લાગે છે કે તે 13-14 વર્ષની હશે.

છોકરી ટ્રેનની સીડી પર ઉભી રહે છે અને બહારના દૃશ્યને જોતી વખતે એક પછી એક નીચે ઉતરવા લાગે છે. પાછળ ઉભેલી વ્યક્તિ તેને રોકવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે ખૂબ જ ઝડપ છે, નીચે ન ઉતર, પરંતુ છોકરી સાંભળતી નથી. જે બાદ જે બને છે તે તમે જાતે જ વીડિયોમાં જોઈ લ્યો…

તે છોકરી વ્યક્તિને કહે છે કે કંઈ થશે નહીં… અને આટલું કહીને કૂદી પડે છે. આ જોઈને ત્યાં ઉભેલો માણસ ડરી જાય છે. તે દરવાજાની બહાર આવે છે અને છોકરીને જોવાનો પ્રયાસ કરે છે, પણ તે ક્યાંય દેખાતી નથી. જ્યાં છોકરી કૂદી પડે છે, ત્યાં એક રેલ્વે કર્મચારી પણ ટ્રેક પાસે ઊભો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો લખનૌનો છે. આ વીડિયો @Abhimanyu1305 નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે.

વિડીયો જોવા અહીં ક્લિક કરો: 
https://x.com/Abhimanyu1305/status/1910905138857881882

ક્યારેય તમારા જીવનને જોખમમાં ન નાખો
તે છોકરી પર ભગવાનની કૃપા હતી કે તેનો જીવ બચી ગયો. મોટાભાગના લોકો એટલા નસીબદાર નથી હોતા. ઘણીવાર લોકો મોટા અકસ્માતોનો ભોગ બને છે. ઘણા કિસ્સાઓમાં, તેઓ પોતાનો જીવ પણ ગુમાવે છે.