રેતાળ મેદાનમાં બાળકીનો 360 ડિગ્રી શોટ જોઈ તમે પણ મોઢામાં આંગળા નાખી જશો- સચિન પણ બની ગયો દીવાનો

Viral Video: ભારત દેશમાં દરેક રાજ્યમાં ગલીઓમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી ક્રિકેટના પ્રેમથી આખું વિશ્વ વાકેફ છે. જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ…

Viral Video: ભારત દેશમાં દરેક રાજ્યમાં ગલીઓમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી ક્રિકેટના પ્રેમથી આખું વિશ્વ વાકેફ છે. જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ રાજસ્થાન(Rajasthan)ની એક નાની છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે શાનદાર બેટિંગ કરતી જોવા મળી રહી છે. જેને જોઇને અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકર(Sachin Tendulkar) અને BCCI સેક્રેટરી જય શાહ(Jai Shah) પણ રાજી થઇ ગયા હતા. આ વિડીયોને સચિન અને જય શાહ દ્વારા ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.

સચિન પણ બની ગયો આ નાની ક્રિકેટરનો ફેન:
અમે તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકર પણ આ નાની બાળકીના શોટ્સ જોઈને તેનો ફેન બની ગયો હતો. સચિને ટ્વિટર પર વિડીયો શેર કરતા લખ્યું છે કે, ગઈકાલે જ હરાજી થઈ અને આજે મેચ પણ શરૂ થઈ. શું વાત છે. તમારી બેટિંગ જોઈને મને ખુબ જ આનંદ થયો.

BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યો વિડીયો:
આ છોકરીની બેટિંગ સૂર્યકુમાર અને એબીડી વિલિયર્સ જેવી લાગે છે. આ છોકરીના શોટ્સ જોઈને BCCI સેક્રેટરી જય શાહ દ્વારા પણ તેના ટ્વિટર હેન્ડલ પર વિડીયો શેર કરવામાં આવ્યો છે, અને તે પણ આ છોકરીના ભરપુર વખાણ કરી રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો વિડીયોમાં આ છોકરી આત્મવિશ્વાસથી ભરપૂર એવા એક બાદ એક જબરદસ્ત શોટ લગાવી રહી છે. આ છોકરી સાથે રમતા અન્ય ઘણા બાળકો પણ આ શોટ જોઈને ચોંકી ઉઠે છે. વિડીયોમાં પાછળ ઉભેલા છોકરાના હાવભાવ પરથી આ છોકરી કેવા પ્રકારના શોટ મારી રહી છે તેનો અંદાજો લગાવી શકાય છે.

માત્ર આટલું જ નહીં, વિડીયોના આગળના ભાગમાં બીજી છોકરી પણ તે જ જગ્યા પર ક્રિકેટ રમતી જોવા મળે છે. તેના શોટ્સ પણ ધમાકેદાર છે. છોકરીઓની ટેલેન્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે મારી છોરી છોરોસે કમ હે કે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *