જર્મનીથી ભારત આવેલી વહુએ પહેલીવાર બનાવી ચા, જયારે દેશી પતિએ પૂછ્યું તો કહ્યું… જુઓ વાયરલ વિડીયો

પ્રાચીનકાળથી ભારત ‘અતિથિ દેવો ભવ’ માટે જાણીતું છે અને ભારતીયોની ઉષ્માભરી આતિથ્ય એવી વસ્તુ છે જે કોઈપણ વિદેશી પ્રવાસીને ઊંડે સુધી સ્પર્શી શકે છે. દરેક…

પ્રાચીનકાળથી ભારત ‘અતિથિ દેવો ભવ’ માટે જાણીતું છે અને ભારતીયોની ઉષ્માભરી આતિથ્ય એવી વસ્તુ છે જે કોઈપણ વિદેશી પ્રવાસીને ઊંડે સુધી સ્પર્શી શકે છે. દરેક ભારતીય મહેમાનો સાથે આદરપૂર્વક વર્તે છે અને તેથી ભારતની મુલાકાતે આવતા પ્રવાસીઓ શા માટે વારંવાર પાછા આવવા માંગે છે તે સમજી શકાય છે.

જોકે, જર્મનીની (Germany) આ સુંદર મહિલાએ કાયમ ભારતમાં જ રહેવાનો નિર્ણય લીધો છે. તેણે ચા બનાવવાની અને સાડી કેવી રીતે પહેરવી તે શીખવાનું શરૂ કરી દીધું છે. જુલી નામની એક જર્મન (Germany) મહિલાએ અર્જુન શર્મા સાથે લગ્ન કર્યા છે અને બે વર્ષ પહેલા મહામારી દરમિયાન ભારત આવી હતી.

તેણીનું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે અને તે ઘણીવાર ભારતમાં તેની રોજિંદી પ્રવૃત્તિઓના વિડીયો શેર કરે છે. તાજેતરમાં, તેણીએ તેના પતિ માટે ચા બનાવતા તેણીનો એક વિડિઓ શેર કર્યો. ઈન્ટરનેટ યુઝર જુલીને ભારતની સંસ્કૃતિને અપનાવવા અને સ્વીકારવાની તેની શાલીનતા અને નિશ્ચય બદલ અભિનંદન આપે છે. લોકો તેમના વખાણ કર્યા વિના રહી શકતા નથી. વીડિયોમાં જુલી રસોડામાં ચા બનાવતી જોઈ શકાય છે. તે ભારતીય પત્નીની જેમ બિંદી, મંગળસૂત્ર, સિંદૂર સાડીમાં ખુબજ સુંદર લાગે છે.

જ્યારે તે ચા બનાવી રહી હતી ત્યારે તેનો પતિ તેની મજાક ઉડાવવાનો પ્રયાસ કરે છે અને આ વીડિયો વાયરલ થયો છે. તેને હિન્દીમાં બોલતા પણ સાંભળી શકાય છે. જુલી તેના સાસરે જઈ ચા બનાવી રહી હતી ત્યારે પતિએ તેને પૂછ્યું કે તું શું કરે છે? પછી તેણે કહ્યું કે મારી સાસુએ મને આ શીખવ્યું હતું.

60 લાખથી વધુ વ્યૂઝ સાથેના આ વીડિયોને લગભગ સાડા ત્રણ લાખ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે હજારો કોમેન્ટ્સ આવી છે. એક યુઝરે લખ્યું કે, “તમે સાડીમાં ખૂબ જ સુંદર લાગો છો, કોઈની નજર ન લાગે.” અન્ય યુઝરે લખ્યું, “તમે હિન્દી જાણો છો, ખૂબ જ અદ્ભુત બહેન.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *