અમદાવાદમાં માસા જ બન્યા દાનવ, એકલતાનો લાભ લઈને ભાણકીને બે બે વાર પીંખી નાખી

આજકાલ બળાત્કારની ઘટનામાં દિવસેને દિવસે ઘણો વધારો નોંધાયો છે. આ દરમિયાનન અમદાવાદના દાણીલીમડામાં એક એવી ઘટના બની છે જે ઘટનાએ સંબંધોને શર્મશાર કરી નાખ્યા છે. જાણવા મળ્યું છે કે, અહી એક એક સગા માસાએ જ તેની ભાણીને હવસનો શિકાર બનાવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા નરાધમ માસાની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, નરાધમ આરોપીએ પોતાની 15 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઈને જતી રહી હતી. જેથી આરોપી માસાએ ઘરે કોઈ ન હોવાથી મદદના બહાને ભાણીને મોકલવાનું કહ્યું હતું. જેથી 15 વર્ષની ભાણીને મોકલી હતી. પરંતુ હવસખોર માસાએ ભાણીને પિંખી નાખી હતી.

આ ઉપરાંત નરાધમ માસા ત્રણ બાળકોનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે. પત્ની રિસાઈ જતી રહી હોવાથી નાના બાળકોની દેખભાળ માટે તેણે ભાણીને બોલાવી હતી. પરંતુ નરાધમ માસાએ એક વાર નહિ બે-બે વાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન જયારે સગીરાની મોટી બહેન માસાના ઘરે આવી ત્યારે બાથરૂમમાં સગીરા કપડાં લોહી વાળા જોયા અને તેણે પૂછ્યું તો જાણવા મળ્યું કે, માસાએ આ કૃત્ય આચર્યું છે. જેથી આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી માસાએ પૂછપરછમાં કબુલ્યું હતું કે, તેણે ભાણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ પરંતુ ભાણી કોઈને કહે નહી તે માટે તેને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. હાલ હવસખોર માસાની ધરપકડ કરી અને મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.જે.પાંડવે જણાવ્યું કે, આરોપીએ તેની ભાણી પણ બે-બે વાર દુષ્કર્મ આચર્યા બાદ કોઈને ન કહેવા ધમકી આપી હતી. જાણવા મળ્યું છે કે, ફરિયાદ નોંધાતા આરોપીને નજરકેદ કરી કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરવામાં આવી છે. અને બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *