બળાત્કારીઓના ઘર પર ફરી વળ્યા બુલડોઝર… નવરાત્રીમાંથી પરત આવતી યુવતીને એકસાથે ૬ લોકોએ પીંખી

રીવા(Rewa), મધ્યપ્રદેશ(Madhya Pradesh) હાલમાં જ એમપીના રીવા જિલ્લામાંથી ક્રૂરતાની તમામ હદ વટાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દુર્ગા પંડાલમાંથી આરતી જોઈને પોતાના ઘરે…

રીવા(Rewa), મધ્યપ્રદેશ(Madhya Pradesh) હાલમાં જ એમપીના રીવા જિલ્લામાંથી ક્રૂરતાની તમામ હદ વટાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દુર્ગા પંડાલમાંથી આરતી જોઈને પોતાના ઘરે પરત ફરી રહેલી યુવતી સાથે 6 લોકોએ સામૂહિક દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરીને સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓના ઘર પર બુલડોઝર દોડાવી દીધું છે.

યુવતી પર દુષ્કર્મ:
મળતી માહિતી અનુસાર, યુવતી દુર્ગા પંડાલથી ઘરે પરત ફરી રહી હતી, આ દરમિયાન રસ્તામાં બે સગીર સહિત 6 આરોપીઓએ તેને રોકી હતી. આ પછી આ લોકોએ જંગલમાં વારાફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ જ આરોપીએ વીડિયો પણ બનાવ્યો, આરોપીઓએ આ વીડિયો યુવતીના ભાઈને મોકલ્યો છે. ત્યારે આ મામલો સામે આવ્યો હતો.

સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓના ઘરો તોડી પાડ્યા:
જે બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં, એસપીએ જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376 D (ગેંગ-રેપ), 341, 354 અને 294 હેઠળ કેસ નોંધ્યો છે અને વિગતવાર તપાસ ચાલી રહી છે. ગઈકાલે જ આ કેસમાં આરોપીના ઘરની માપણી કરવામાં આવી હતી અને વહીવટીતંત્રએ આરોપીના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *