‘હું ઈશ્વરને માનીશ નહીં’ લખાણ સાથે ગુજરાતમાં કેજરીવાલના મુસ્લિમ ટોપી સાથે લાગ્યા બેનરો- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે પહેલા જ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) ગુજરાતની મુલાકાતે આવશે. વડોદરા(Vadodara)માં બંને મુખ્યમંત્રી તિરંગા યાત્રા કાઢશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી બેનરો લાગ્યા છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણ નો વિડીયો વાયરલ થયો હતો. જેના બાદ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનરોએ ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અમદાવાદ હાઈવે, કોટ સહિત ગુજરાતના કેટલાય સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લગાવવામાં આવ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ આમ આદમી પાર્ટી વિરોધી બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’.

ગઈકાલે દિલ્હીના મંત્રીનો રાજેન્દ્ર ગૌતમ ની હાજરીમાં સામૂહિક ધર્માંતરણ ની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતમાં તેનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને કારણે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે.

ઠેર ઠેર લગાવવામાં આવેલા આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપવામાં આવ્યો છે. તો અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં લખાણ લખવામાં આવ્યું છે કે, ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’. આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખાણ લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આમ આદમી પાર્ટીના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *