15 દિવસ પછી લગ્ન હતા ને, પ્રેમિકાએ CRPF જવાનને હોટલમાં બોલાવી પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો

Girlfriend cuts CRPF jawan private part: બિહાર (Bihar) ની રાજધાની પટના (Patna) થી રુવાડા બેઠા કરી દેતો મામલો સામે આવ્યો છે. રાજધાનીના ગાંધી મેદાન પોલીસ…

Girlfriend cuts CRPF jawan private part: બિહાર (Bihar) ની રાજધાની પટના (Patna) થી રુવાડા બેઠા કરી દેતો મામલો સામે આવ્યો છે. રાજધાનીના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ પર હુમલો કર્યો અને ચાકુથી તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો. (Girlfriend cuts CRPF jawan private part) યુવક સીઆરપીએફનો જવાન છે. આ ઘટના બાદ હોટલમાં સનસનાટી મચી ગઈ હતી.

ઘાયલ પ્રેમી પટનાની સૌથી મોટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેસ અંગે સિટી એસપી સેન્ટ્રલ વૈભવ શર્માએ જણાવ્યું કે, 7 જૂને પટનાના એક્ઝિબિશન રોડ પર સ્થિત હોટલના રૂમમાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ કેસમાં પોલીસે પ્રેમિકાની પણ ધરપકડ કરી છે.

સુકમાથી પટના આવ્યા હતા
પીડિતાનો પ્રેમી CRPFમાં કોન્સ્ટેબલ છે અને તેની પોસ્ટિંગ છત્તીસગઢના સુકમામાં છે. પ્રેમિકા મૂળ દરભંગાની રહેવાસી છે. તે છેલ્લા 4 વર્ષથી પટનામાં છે અને અહીંથી અભ્યાસ કરી રહી છે. બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો.

સીઆરપીએફ જવાને પોલીસને જણાવ્યું કે, તેના પરિવારે તેના લગ્ન નક્કી કર્યા છે. આ મહિનાની 23 તારીખે તેના લગ્ન થવાના હતા. પરંતુ તે પહેલા તેની ગર્લફ્રેન્ડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. વાસ્તવમાં યુવકના પરિવારજનોએ તેના લગ્ન શિવહરની એક યુવતી સાથે નક્કી કર્યા હતા. જ્યારે જવાનની ગર્લફ્રેન્ડને આ વાતની ખબર પડી તો તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે પ્રેમીને આપઘાતની પણ ધમકી આપી હતી.

શહેરની કોર્ટમાં લગ્ન કર્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CRPF જવાન પોતાની ગર્લફ્રેન્ડને મનાવવા માટે 3 જૂને સુકમાથી પટના આવ્યો હતો. અહીં તે એક હોટલમાં રોકાયો હતો. ગર્લફ્રેન્ડે વધુ દબાણ કરતાં 5 જૂને તેણે પટના સિટી કોર્ટમાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. આ પછી બંને હોટલમાં આવ્યા. અહીં પ્રેમિકાએ તેના બોયફ્રેન્ડને શિવહરની યુવતી સાથે લગ્ન તોડવા કહ્યું હતું. પરંતુ તેણે ના પાડી.

આ પછી બંને વચ્ચે ઘણી લડાઈ થઈ. ગુસ્સામાં આવીને યુવતીએ પોતાની બેગમાંથી છરી કાઢી અને પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. આ પછી હોટલમાં હોબાળો મચી ગયો હતો. સીઆરપીએફ જવાનને પીએમસીએચમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની ઈમરજન્સીમાં સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *