Surat Love News: પ્રેમ પ્રકરણમાં પડતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને 17 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવ્યા બાદ પ્રેમીએ તરછોડી દીધાનો (Surat Love News) બનાવ વરાછામાં બન્યો છે. પ્રેમીએ લગ્ન કરી લીધા બાદ પ્રેમિકાની સાથે આત્મહત્યા કરવાનું કહી બિલ્ડિંગના ત્રીજા માળે લઇ ગયો, જ્યાંથી સગીરા કૂદી પડી અને પ્રેમી ભાગી ગયો હતો.
લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી
વરાછા ચોપાટી સામે આવેલી ધનશ્યામ નગરમાં રહેતો સોહમ સાદુળભાઇ ગોહિલનો આશરે એકાદ વર્ષ પહેલા સોશિયલ મીડિયાથી વરાછા વિસ્તારમાં જ રહેતી 17 વર્ષની સગીરા સાથે પરિચય થયો હતો. સોહમે તેને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઇ જઇને શરીર સંબંધ બાંધ્યો હતા. સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી તેને દોઢ મહિનાનો ગર્ભ છે.
તા. 17મીની રાત્રે દસેક વાગ્યાના અરસામાં સોહમ સગીરાને અમરોલીમાં મળ્યો હતો અને કહ્યું મારા અન્ય યુવતી સાથે લગ્ન થઇ ગયા છે. જેથી હું લગ્ન કરી શકુ તેમ કહ્યું હતું. બાદમાં બંનેએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું અને બિલ્ડીંગના ત્રીજા માળે ગયા હતા. કિશોરી ત્રીજા માળેથી કૂદી પડી હતી જ્યારે પ્રેમી સોહમ નાસી છૂટ્યો હતો. ગંભીર ઇજા પામેલી સગીરાને સારવાર માટે હોસ્પિટમાં ખસેડવામાં આવી હતી. કિશોરીને ગંભીર ઇજાઓ થઈ છે. પોલીસે ગુનો નોંધ્યો છે.
બંને એક જિલ્લાના પડોશી ગામના છે
સગીરાને ગર્ભવતી બનાવનાર સોહમ ગોહિલ અને સગીરા સૌરાષ્ટ્રના એક જિલ્લાના નજીક નજીકના ગામના વતની છે. બંને પરિવાર આઠેક મહિના પહેલા જ સુરત આવ્યા હતા. સોહમ કાપડની દુકાનમાં મજૂરી કરે છે જ્યારે સગીરા એમ્બ્રોડરીના કારખાનામાં મજૂરી કરે છે. સુરત આવ્યા બાદ બંને મળ્યા હતા અને પ્રેમ પાંગર્યો હતો.
સગીરાએ કહ્યું, તારે મારી સાથે જ લગ્ન કરવા પડશે
પોતાના લગ્ન થઇ ગયા હોવાની જાણ થતા સગીરા રડવા લાગી હતી અને પોતાની સાથે લગ્ન કરવાની જીદ્દ કરી હતી. ત્યારે સોહમે કહ્યું હતુંકે ચાલ સાથે જ કુદીને આત્મહત્યા કરી લઇએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App