પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમીએ લગાવી ફાંસી, મરતા પહેલા બનાવ્યો વીડિયો

એક યુવકે પ્રેમિકાના લગ્ન માટે ના પાડવાથી તણાવમાં આવી પોતાના જ ઘરમાં ફાંસી લગાવી પોતાની જીવનલીલા સંકેલી લીધી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતકનો મોબાઈલ ફોન મળ્યો હતો. જેમાં એક વીડિયો રેકોર્ડ કરવામાં આવેલો હતો. પોતાના મૃત્યુ પહેલા અમૃત કે આ વિડીયો બનાવ્યો હતો. આ સનસનીખેજ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ની છે.

વીડિયોમાં તે કહેતો દેખાઈ રહ્યો છે કે તેના મૃત્યુ પાછળ જવાબદાર કોઈ નહીં પરંતુ તેની પ્રેમિકા, પ્રેમિકાની મોટી બહેન અને તેના જીજા જવાબદાર છે. તમે તેમની પાસેથી મારા મૃત્યુનો બદલો લેજો.

પોલીસ હાલ વીડિયોની તપાસ કરી રહી છે. પોલીસે હાલમાં લાશને ફાંસી પરથી ઉતારી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલી છે. આ સમગ્ર મામલો ભમરકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના પાલદાનો છે. જ્યાં આકાશ રઘુવંશીએ એ સમયે પોતાની જીવન લીલા ફાંસી ઉપર ચડી સમાપ્ત કરી દીધી જ્યારે ઘરમાં કોઈ ન હતું.

આકાશ એક છોકરીને પ્રેમ કરતો હતો, પરંતુ છોકરીના જીજા તેમજ બહેન આકાશ સાથે લગ્ન કરવાનો વિરોધ કરી રહ્યા હતા. તેનાથી આકાશ ખૂબ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. તેણે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે કહેતો દેખાઈ રહ્યો છે કે પ્રેમિકા, તેની બહેન અને જીજાજી મારા મોત માટે જવાબદાર છે અને તમે તેને છોડશો નહીં, બદલો લેજો.

આ વિડીયો પોલીસ પાસે તપાસનો વિષય બનેલો છે. પોલીસને કોઇ સુસાઇડ નોટ મળી નથી વિડીયો જ છે, જેમાં આત્મહત્યાનું કારણ જણાવવામાં આવ્યું છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાને લઈને તપાસની વાત કરી રહી છે.

મૃતકના મિત્રે મૃત્યુ પાછળ લગ્ન ન કરવાનું કારણ જણાવ્યું છે. છોકરી પણ આકાશ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ છોકરીના પરિવારજનોએ ના પાડી દીધી હતી. આ વાતને લીધે ખૂબ તણાવમાં હતો અને આ રીતે આ પગલું ભરી પોતાનું જીવન ટૂંકાવી લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *