નશામાં ધૂત 5 છોકરીઓ, 11 છોકરાઓ સાથે એવા કામ કરી રહી હતી કે…

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના કારણે શહેરમાં રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું…

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના કારણે શહેરમાં રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક લોકો લોકડાઉનમાં પાર્ટી માં મશગુલ રહે છે. ભોપાલમાં પોલીસે સોમવારની રાત્રે ફરી એક હોટલમાં છાપે મારી કરી હતી. છાપે મારી દરમિયાન પોલીસે હોટલમાંથી 11 છોકરાઓ અને પાંચથી વધારે છોકરીઓને હિરાસતમાં લીધી છે. તમામ લોકો દારૂના નશામાં ધૂત હતા. કેટલીક યુવતીઓ એ તો મહિલા પોલીસ કર્મીઓ સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું.

પોલીસે તમામ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પાર્ટી કોલર પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રીન ફિલ્ડ હોટલમાં ચાલી રહી હતી. કોલર રોડ પર આવેલી હોટેલમાં શાનદાર પાર્ટી ચાલી રહી હતી. અડધી રાત્રે સ્વિમિંગ પુલમાં યુવકો છલાંગ લગાવી રહ્યા હતા, તો યુવતીઓ દારૂની છોળો ઉડાવી રહી હતી. તેમજ હોટેલના સંચાલકો પણ તેમનું સમર્થન કરી રહ્યા હતા. યુવતીઓએ પોલીસ સાથે અભદ્ર વર્તનની કોશિશ કરી હતી. તમામ યુવતીઓ દારૂના નશામાં ધૂત હતી.

દારૂની બોટલો મળી
પાર્ટી દરમિયાન હોટેલમાં યુવક-યુવતીઓના ટેબલ ઉપરથી પણ ઘણી બધી દારૂની બોટલો મળી છે. તેમજ હોટલ ના કેમ્પસમાં પણ દારૂની ખાલી બોટલો પડેલી હતી. કરફયૂમાં બિંદાસ થઈને આ લોકો ખુલ્લેઆમ કોરોનાવાયરસ ના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. હજુ સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.તેમ છતાં તેમની પાર્ટી માટે સ્વિમિંગ પૂલ ચાલુ કરવામાં આવ્યો હતો.

ભીના કપડામાં જ લઈ ગયા પોલીસ સ્ટેશને
કોલાર પોલીસે આ તમામ લોકોને ભીના કપડામાં જ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સ્વિમિંગ પુલમાં કુદવા ને કારણે તમામ ના કપડાં ભીના હતા. એવામાં તેવી હાલતમાં પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં આખી રાત એ નશામાં ધૂત લોકો નાટક કરતા રહ્યા હતા. સાથે જ તેમને છોડાવવા માટે તેમના પરિવારજનો પણ રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *