દુષ્કર્મ પીડિતાના પિતા અને મામાએ દીકરીના બળાત્કારીના બે ટુકડા કર્યા- લોકો બોલ્યા બરાબર સજા આપી

આજકાલ નાની નાની બાળકીઓ ઉપર પણ બળાત્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાણવા મળી આવ્યું હતું કે, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ખંડવા જિલ્લામાં એક 14 વર્ષીય…

આજકાલ નાની નાની બાળકીઓ ઉપર પણ બળાત્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાણવા મળી આવ્યું હતું કે, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ખંડવા જિલ્લામાં એક 14 વર્ષીય બાળકી પર 55 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જયારે આ 14 વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરનારની હત્યા કરીને લાશ નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિક્ષક વિવેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રવિવારનાં રોજ જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર આવેલ અજનલ નદીમાં આ વ્યક્તિનો મૃતદેહ તરતો જોવા મળી આવ્યો હતો. જયારે તેના મૃતદેહનાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વાયરલ થઈ રહેલી તસવીરોને કારણે તેની ઓળખ શક્તિપુર ગામના 55 વર્ષીય ત્રિલોકચંદ તરીકે થઈ હતી.

પોલીસ સબ-ડિવિઝનલ ઑફિસર (SDOP) રાકેશ પાંડ્રોએ જણાવ્યું હતું કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકે 14 વર્ષની છોકરી પર કથિત રીતે જાતીય શોષણ કર્યું હતું. જયારે તેના પિતા અને મામા શનિવારે ત્રિલોકચંદને તેમની મોટરસાઇકલ પર અજનાલ નદી પર લઈ ગયા હતા.

આ દરમિયાન તે બંનેએ મળીને માછલી કાપવાના સાધન વડે આરોપી ત્રિલોકચંદનાં ધડના બે ભાગ કરી નાખ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય લોકોની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ જાણવા મળ્યું છે કે, મૃતક અને આરોપીઓ સગા સંબંધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *