હાલમાં મારામારીના વિડીયો અવારનવાર સામે આવતા હોય છે. તેવામાં ફરી એક વાર સુરગુજા જિલ્લાના અંબિકાપુર ખાતે રાજીવ ગાંધી પીજી કોલેજ કેમ્પસમાં છોકરીઓના બે જૂથો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. વિદ્યાર્થીનીઓએ એકબીજાને જોરદાર માર માર્યો હતો. છોકરીઓના બે જૂથ વચ્ચેની લડાઈને રોકવા માટે ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, પરંતુ આ છોકરીઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી.
છત્તીસગઢ(Chhattisgarh)ના સુરગુજા જિલ્લા(Surguja District)ના વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ લડાઈ સુરગુજા જિલ્લાના અંબિકાપુરના પીજી કોલેજ કેમ્પસમાં થઈ હતી. કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોલેજ મેનેજમેન્ટ અને ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
હકીકતમાં, રાજીવ ગાંધી પીજી કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓ બુધવારે બપોરે કોલેજ કેમ્પસમાં સ્થિત હોકી સ્ટેડિયમમાં બેઠી હતી, આ દરમિયાન શહેરની સાંઈ કોલેજની વિદ્યાર્થિનીઓ પણ ત્યાં પહોંચી ગઈ હતી. બંને કોલેજની વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, ત્યારબાદ બંને જૂથો એકબીજા સાથે અથડામણ થઈ હતી. કોઈ કોઈના વાળ ખેંચી રહ્યા હતા તો કોઈ કોઈને જમીન પર પટકાવી પટકાવીને મારતા હતા.
છત્તીસગઢ અંબિકાપુર પીજી કોલેજ કેમ્પસમાં છોકરીઓ જોરદાર લાત અને મુક્કા મારવામાં આવ્યા-જુઓ વીડિઓ #Chhattisgarh #viral_video #news #watch #video #trishulnews pic.twitter.com/jqdeweXgK8
— Trishul News (@TrishulNews) April 13, 2023
અહીં વિદ્યાર્થિનીઓ વચ્ચે ઘણી લાતો અને મુક્કાબાજી થઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ તેમની વાત સાંભળતું ન હતું. ઘણા સમય સુધી યુવતીઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ લડાઈ શાથી શરૂ થઈ તે જાણી શકાયું નથી.
ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો વિવાદ
બીજી તરફ પીજી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એસ.એસ. અગ્રવાલે જણાવ્યું કે, લડાઈની માહિતી મળતા તેઓ હોકી સ્ટેડિયમ પહોંચ્યા હતા, ત્યાં સાંઈ કોલેજની છોકરીઓ પણ હતી. મેં સાઈ કોલેજના પ્રિન્સિપાલને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ કોઈ અંગત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પછીથી ચર્ચા કરો. કહેવામાં આવી રહ્યું છે કે બંને કોલેજની વિદ્યાર્થીનીઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેનું સમાધાન કરવા સાંઈ કોલેજની વિદ્યાર્થીનીઓ ત્યાં પહોંચી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.