યુક્રેન(Ukraine) કરતાં ઘણી મોટી સેના અને અત્યાધુનિક શસ્ત્રો (Sophisticated weapons)થી સજ્જ હોવા છતાં રશિયા(Russia) હજુ સુધી યુક્રેનને જીતી શક્યું નથી. મહિનાઓથી ચાલી રહેલા આ સંઘર્ષમાં ઘણું નુકસાન થવા છતાં, યુક્રેન પોતાનો બચાવ કરવામાં મોટાભાગે સફળ રહ્યું છે. યુક્રેનના આ સંઘર્ષમાં એક શક્તિ તરીકે ઉભરી આવવા પાછળનું મોટું કારણ ત્યાંના લોકોની બહાદુરી છે. રશિયન હુમલાના ભયથી મોટી સંખ્યામાં સામાન્ય યુક્રેનિયનોએ શસ્ત્રો ઉપાડવાનું શરૂ કર્યું છે.
આમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. આ મહિલાઓએ પોતાના દેશના સૈનિકો સાથે બરાબરી દાખવીને રશિયન સેનાનો મુકાબલો કર્યો હતો. જેના કારણે યુક્રેન સંપૂર્ણપણે રશિયાના કબજામાં આવી શક્યું નથી. યુક્રેનની આ મહિલા લડવૈયાઓએ યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન પહોચાડ્યું છે.
યુદ્ધ પહેલા તાલીમ શરૂ થઈ ગઈ હતી:
યુક્રેન ઘણા સમય પહેલાથી જ રશિયન હુમલાની ધારણા કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં તેમને દેશની ‘મહિલા શક્તિ’ પર વિશ્વાસ હતો. રશિયન આક્રમણના ઘણા સમય પહેલા, યુક્રેનની સામાન્ય મહિલાઓએ લડાઇ અને સ્વ-બચાવની તાલીમ લેવાનું શરૂ કર્યું. હુમલા બાદ આ મહિલા લડવૈયાઓની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે.
પરિવાર અને બાળકોને છોડીને સેનામાં જોડાયા:
અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓ ટૂંકા ગાળાની તાલીમ લઈને દેશની રક્ષા માટે સેનામાં ભરતી થઈ રહી છે. તેમને ગન હેન્ડલિંગ, પ્રાથમિક સારવાર અને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. મોટાભાગની મહિલાઓ તેમના કામ, પરિવાર અને બાળકોને છોડીને આવી છે. સામાન્ય યુક્રેનિયન છોકરીઓ અને મહિલાઓ તેમના વતનને બચાવવા માટે સખત લશ્કરી તાલીમ લઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.