ભારતમાં જન્મેલા ગીતા ગોપીનાથે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)ના ચીફ ઇકોનોમિસ્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. IMFના ટોચના પદે પહોંચનારી તે પહેલા મહિલા છે. તેમણે મૌરી ઓબ્સફેલ્ડનું સ્થાન લીધું છે, જેઓ ગયા વર્ષે 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ ગઈ છે. ગીતા ગોપીનાથનો જન્મ ભારતના મૈસૂરમાં થયો છે.
ઓક્ટોબરમાં ગીતા ગોપીનાથની નિયુક્તિ અંગે જણાવતા IMFની મુખ્ય ક્રિસ્ટીન લગાડેએ કહ્યું હતું કે, ગીતા દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાંથી એક છે. તેમની પાસે શાનદાર અકાદમિક જ્ઞાન, બૌદ્ધિક ક્ષમતા અને વ્યાપક આંતરરાષ્ટ્રીય અનુભવ છે.
IMFમાં આ પદ પર પહોંચનારી ગીતા બીજા ભારતીય છે. આ પહેલાં ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ IMFમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્ય કરી ચૂક્યા છે.
IMFના 11મા ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિયુક્ત ગોપીનાથે ધ હાર્વર્ડ ગઝેટને હાલમાં જ અપાયેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે IMFમાં તેમની નિયુક્તિ જબરજસ્ત સન્માન છે.
મહિલાઓ માટે આ નિયુક્તિ એક આદર્શ
ગોપીનાથે કહ્યું કે IMFના નેતૃત્વમાં તેમની નિયુક્તિ દુનિયાભરની મહિલાઓ માટે એક આદર્શ છે. IMFમાં પોતાની જરૂરી જવાબદારીઓ અંગે ગોપીનાથે ધ હાર્વર્ડ ગેઝેટને જણાવ્યું કે તેમનો પ્રયાસ રહેશે કે તે IMF માટે મહત્ત્વપૂર્ણ નીતિગત પ્રશ્નો અંગે બૌદ્ધિક નેતૃત્વ પ્રદાન કરશે.
તેમણે કહ્યું કે જે અનુસંધાન મુદ્દા પર હું ભાર મૂકવા માગું છું, તેમાંથી એક આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વિત્તમાં ડોલર જેવી મુખ્ય મુદ્રાઓની ભૂમિકા સમજવી પડશે.