અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન જેવા વિશ્વના અનેક મહાન ધુરંધરોને પાછળ મૂકી આ બાબતે PM મોદી થયા સૌથી અગ્રેસર

છેલ્લા ઘણાય વર્ષોથી સમગ્ર દેશમાં વિકાસના કાર્યો કરનાર તથા દેશની તસ્વીર બદલી નાંખનાર PM નરેન્દ્ર મોદીએ ફરી એક વખત વિશ્વમાં પોતાની છબી મજબૂત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. નરેન્દ્ર મોદી ‘ધ મોર્નિંગ કન્સલ્ટ’ સર્વેમાં રેટિંગમાં અગ્રેસર રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 મહાન દેશોના વડાઓને પાછળ છોડી દીધા છે. આ સર્વેમાં નરેન્દ્ર મોદીનું રેટિંગ 70% છે. 2 સપ્ટેમ્બરના રોજ અપડેટ થયેલા આ સર્વેમાં વડાપ્રધાન મોદી પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ આન્દ્રે મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા તથા ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી ત્રીજા નંબરે આવ્યા હતા.

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (52%) પર ચોથા નંબરે છે. જયારે, યુએસ પ્રમુખ જો બિડેન (48%) વૈશ્વિક નેતાઓની આ યાદીમાં પાંચમા નંબર પર છે. આ પછી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન 48% રેટિંગની સાથે છઠ્ઠા સ્થાન પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો 45% રેટિંગ સાથે સાતમા સ્થાન પર છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સન આઠમા સ્થાન પર છે, તેમનું રેટિંગ 41% છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો છે કે, એમનું રેટિંગ 39% છે. ત્યારપછી 38% રેટિંગ સાથે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન 10 મા સ્થાન પર છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ 35% સાથે 11 મા ક્રમ પર છે.

જયારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 34% સાથે 12 મા ક્રમ પર છે જ્યારે જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા 25% રેટિંગ સાથે 13 મા ક્રમ પર છે. આમ, PM મોદીએ સૌને પાછળ મૂકી ઇધ છે. જેની સમગ્ર વિશ્વમાં વાહવાહી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *