છેલ્લા ચાર દિવસના ભારે વરસાદે બે બાળકોનો લીધો જીવ: નાહવા ગયેલા બે મિત્રો ઊંડા ખાડામાં ડૂબવાથી નીપજ્યા મોત 

પાણીપત: પાણીપતમાં છેલ્લા ચાર દિવસથી વરસતો વરસાદ જીવલેણ બન્યો હોવાનો એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં, કિલા પોલીસ સ્ટેશનની સૈની કોલોનીમાં તળાવમાં બનાવેલી…

પાણીપત: પાણીપતમાં છેલ્લા ચાર દિવસથી વરસતો વરસાદ જીવલેણ બન્યો હોવાનો એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં, કિલા પોલીસ સ્ટેશનની સૈની કોલોનીમાં તળાવમાં બનાવેલી ખાલી જગ્યામાં સ્નાન કરવા ગયેલા 13 અને 11 વર્ષના બે છોકરાઓ ડૂબી ગયા. તેમને ડૂબતા જોઇને સાથે આવેલા તેની જ ઉંમરના બીજા બે છોકારોએ બુમાબુમ કરી હતી અને દોરડાની મદદથી અડધી કલાકની જહેમત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં તો બંનેનું મૃત્યુ થઇ ગયું હતું.

મૃત બાળકોની ઓળખ સુશીલ કુમાર અને પવન કુમાર તરીકે કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સૈની કોલોનીમાં લગભગ 1200 ચોરસ યાર્ડનો ખાલી પ્લોટ પડેલો છે. આમાં અવારનવાર વરસાદનું ગંદુ પાણી ભરાય છે અને મહાનગરપાલિકાનો કચરો ઉપાડતી ખાનગી કંપની JBM તેનો ઉપયોગ ત્યાં કચરો નાખવા માટે કરે છે. જેના કારણે અહીં ઘણા ઊંડા ખાડાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ, છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદને કારણે તે તળાવ જેવું બની ગયું છે.

શુક્રવારે સાંજે લગભગ 5 વાગ્યે નીરજ, નીતિન અને પડોશના અન્ય બે છોકરાઓ રમતા રમતા ત્યાં પહોચી ગયા હતા. અવારનવાર અહીં આવતા નીરજ અને નીતિન પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈથી અજાણ હોવાના કારણે બંને ડૂબવા લાગ્યા હતા. આ જોઈને તેના બંને સાથીઓ ડરી ગયા અને પાણીમાં કૂદવાના બદલે તેઓ બુમાબુમ કરવા લાગ્યા.

ત્યારબાદ આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. પરંતુ, કોઈએ પાણીમાં ઉતરવાની અને બાળકોને બચાવવાની હિંમત કરી નહીં. છેવટે, દોરડાની મદદથી લોકોએ અડધા કલાકની મહેનત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા. પરંતુ, ત્યાં સુધીમાં બંનેના મૃત્યુ થઇ ગયા હતા.

જાણવા મળ્યું છે કે, નીરજના પિતા સુશીલ કુમાર 6 વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ પામ્યા છે. માતા સુમન મોટા ભાઈ -બહેનો સાથે ગુજરાન ચલ્વતી હતી પરંતુ સૌથી નાનો અને સૌથી પ્રિય નીરજ મૃત્યુ પામ્યો છે. બીજી બાજુ, નીતિન તેના પરિવારમાં ત્રણ બહેનો અને ભાઈઓમાં સૌથી મોટો હતો. તેના પિતા પણ પરિવારનું ગુજરાન ચલાવવા મજૂર તરીકે કામ કરી રહ્યા છે.

કોલોનીના લોકોના જણાવ્યા મુજબ, મચ્છરો અને દુર્ગંધથી પરેશાન હોવાથી તેઓએ આ અંગે મહાનગરપાલિકાને ફરિયાદ કરી હતી. જેથી બે દિવસ પહેલા, મ્યુનિસિપલ કમિશનર આર.કે.સિંહે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પ્લોટના ખાડાઓ ભરીને બાઉન્ડ્રી વોલ બનાવવાની ખાતરી આપી હતી, જેથી અહીં કોઈ કચરો ના નાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *