સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે કેટલાય લોકો વધુ ફળ ખાય છે. ખાસ કરીને આપણે ફળ ખાધા બાદ ફળની છાલ ફેંકી દઇએ છીએ પણ ફળની સાથે સાથે તેની છાલમાં પણ પોષક તત્વો રહેલા હોય છે. એવામાં ફળની છાલમાંથી તૈયાર કરવામાં આવેલા ફેસપેકને લગાવવાથી ચહેરાની સુંદરતા વધવાની સાથે સાથે સ્કીનને લગતી ઘણી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ, એવા કયા 3 ફળ છે જેની છાલ વડે તમે સુંદરતામાં વધારી શકો છો.
દાડમની છાલ
દાડમની છાલથી તૈયાર ફેસપેક લગાવવાથી ચહેરાનાં ફોલ્લીઓ, ડાઘ, કરચલીઓ તેમજ ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. સ્કીનને ઉંડે સુધી પોષિત કરી ડેડ સ્કિનને સાફ કરીને નવી સ્કીન લાવે છે. આ સિવાય, સ્કીનનું પીએચ સ્તરનું સંતુલન રાખવાથી ગુલાબી ગ્લો મેળવવામાં પણ મદદરૂપ થાય છે. દાડમનો ફેસપેક બનાવવા માટે, એક બાઉલમાં 1 ટેબલ સ્પુન દાડમની છાલનો પાવડર તેમજ 2 ટેબલ સ્પુન ગુલાબજળ મિશ્રણ કરો. તેને 15 મિનિટ સુધી ચહેરા ઉપર લગાવો તેમજ ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.
નારંગીની છાલ
નારંગીનો ફેસપેક બનાવવા માટે, સૌ પ્રથમ નારંગીની છાલને તડકામાં સૂકવી દો. એ પછી તે છાલનો ગ્રાઇન્ડરમાં પાવડર બનાવો. ત્યાર બાદ એક બાઉલમાં 1 ટેબલ સ્પુન નારંગીની છાલનો પાવડર, 1 ટેબલ સ્પુન ચણાનો લોટ, 2 ચમચી દહીંનું મિશ્રણ કરો. તૈયાર કરેલી આ પેસ્ટને સ્ક્રબ તરીકે લગાવો. ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો. એ પછી તાજા પાણી વડે ચહેરાને ધોઈ લો. તે સ્કીન પર સફાઇ જેવું કામ કરે છે. આવી પરિસ્થિતિમાં સ્કીનનાં ફોલ્લીઓ, કરચલીઓ સામે રક્ષણ મળશે. તે સિવાય, ડ્રાય સ્કીનની સમસ્યા પણ દૂર થશે, ચહેરો કુદરતી રીતે ચમકી ઉઠશે.
સફરજનની છાલ
સફરજન ખાવામાં શ્રેષ્ઠ હોવા છે તે સિવાય તેની છાલ પણ બહુ જ ફાયદાકારક છે. એન્ટિ-ઓક્સિડેન્ટથી સમૃદ્ધ, એન્ટી એજિંગ સફરજનની છાલ સ્કીનને ઉંડે સુધી સાફ કરવા તેમજ સ્કીનમાં ચમક લાવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનની ચાલનો ફેસપેક બનાવવા માટે, અગાઉ સફરજનની છાલને તડકામાં સૂકવી લો તેમજ પાવડર તૈયાર કરો. એ પછી જરૂરીયાત અનુસાર ટેબલ સ્પુન સફરજનની છાલ પાવડર, 1 ટેબલ સ્પુન ઓટ્સ પાવડર તેમજ દહીંનું મિશ્રણ કરો. તૈયાર કરેલ ફેસપેકને હળવા હાથ વડે માલિશ કરો તેમજ તેને ચહેરા તેમજ ગળા પર 15 થી 20 મિનિટ સુધી માટે લગાવો. એ પછી તેને તાજા પાણી વડે ધોઈ લો. આ કરવાથી સ્કીનમાં ચમક આવી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle