તાજેતરમાં ફેસબુક(Facebook), ઇન્સ્ટાગ્રામ(Instagram) અને વોટ્સએપ(WhatsApp)ની સેવા બંધ થઈ ગઈ હતી. હવે જીમેલ સેવા કામ કરી રહી નથી. ભારતના ઘણા ભાગોમાં, લોકો Google ની આ મફત ઇમેઇલ(Gmail) સેવાનો ઉપયોગ કરી શકતા નથી. જીમેલ વપરાશકર્તાઓ ન તો મેઇલ મોકલી શકે છે અને ન તો તેમને કોઇ મેઇલ મળી રહ્યો છે.
ઈન્ટરનેટ સર્વિસ આઉટેજ પર નજર રાખતી સાઇટ ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર 68% લોકોએ અહેવાલ આપ્યો છે કે તેમને વેબસાઈટ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. 18% વપરાશકર્તાઓએ સર્વર કનેક્શનની જાણ કરી હતી જ્યારે 14% વપરાશકર્તાઓ લોગિનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
લોકો ટ્વિટર પર પણ આ અંગે જાણ કરી રહ્યા છે. લોકો #gmaildown સાથે ટ્વીટ કરી રહ્યા છે. કંપનીએ હજુ સુધી આઉટેજનું કારણ જાહેર કર્યું નથી. ભારતના ઘણા ભાગોમાંથી વપરાશકર્તાઓ Gmail બંધ હોવાની ફરિયાદ કરી રહ્યા છે. તાજેતરમાં જ, સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક પણ આઉટેજનો શિકાર બન્યું હતું. ફેસબુકની સાથે સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ 6 કલાકથી વધુ સમય માટે ડાઉન હતા. તે છેલ્લા સપ્તાહમાં બે વખત ડાઉન થયું હતું.
પાછળથી, કંપનીએ કહ્યું કે રાઉટર ગોઠવણીમાં ખામીને કારણે આઉટેજ થયું. આનાથી ફેસબુકને પણ ઘણું નુકસાન થયું હતું. હવે વપરાશકર્તાઓ Gmail ના ડાઉન પર ગૂગલના નિવેદનની રાહ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.