ગોવા રાજ્ય સરકારે આ મહિનાથી આશરે 250 જેટલી હોટલોને રાજ્યમાં ભારતીય પ્રવાસીઓ માટે ખોલવાની મંજૂરી આપી છે. ફરવા આવતા પ્રવાસીઓને ને કોવિડ 19 નેગેટિવ સર્ટિફિકેટ સાથે રાખવા અથવા રાજ્યની સરહદમાં ફરજિયાત પરીક્ષણ કરાવવાનું ફરજિયાત કરાયું છે.
પોઝીટીવ રીપોર્ટ આવશે તે પર્યટકોને પોતપોતાના રાજ્યોમાં પાછા ફરવાનો અથવા તેમની પૂર્વ બુક કરાવેલ હોટલોમાં રહીને તેમની સારવાર કરાવી દેવાનો વિકલ્પ આપવામાં આવશે.
પ્રવાસીઓએ ફરજિયાતપણે તેમની હોટલોમાં રોકાવાનું એડવાન્સ બુક કરવું પડશે જેમને ફક્ત “પ્રવાસન વિભાગની મંજૂરી” મળી હશે.
છેલ્લા કેટલાક દિવસોથી ગોવામાં નવ ખાનગી ચાર્ટર્ડ જેટ ફ્લાઈટ સાથે રાજ્ય તે લોકો માટે શરુ કરાઈ છે જેણે રાજ્યમાં લક્ઝરી વિલા લીઝ પર લીધા છે. અને મોટાભાગની ફ્લાઇટ્સ સૌથી વધુ અસરગ્રસ્ત કોવિડ ગ્રસ્ત દિલ્હી અને મુંબઇ જેવા શહેરોની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news