એક બકરીએ મનુષ્ય જેવા દેખાતા બચ્ચાને આપ્યો જન્મ- પછી જે થયું તે જાણીને તમારા રૂવાડા બેઠા થઇ જશે

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પ્રાણીએ માણસની જેમ બાળકને જન્મ આપ્યો હોય? જો નહીં, તો ચાલો તમને એક ચોંકાવનારા સમાચાર જણાવીએ, જ્યાં એક બકરી(Goat)એ મનુષ્ય જેવા બાળકને જન્મ આપ્યો. આ મામલો આસામ રાજ્યના કચર(kachar) જિલ્લાનો છે, જ્યાં પાળેલી બકરીએ માનવ જેવા બાળકને જન્મ(The goat gave birth to a human-like baby) આપ્યો.

બકરીએ માનવ જેવા બાળકને જન્મ આપ્યો:
આ બાબતની જાણ ગામના લોકોને થતાં ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે આ બકરીના બાળકના બે પગ અને કાન સિવાય બધુ જ માણસ જેવું દેખાતું હતું. જો કે બકરીનું બચ્ચું જન્મના અડધા કલાક બાદ મૃત્યુ પામ્યું હતું.

આ ચોંકાવનારી ઘટના આસામના કચર જિલ્લાની છે:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કચર જિલ્લાના ગંગા નગર ગામમાં જેમ જ લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ મામલામાં પશુ પતિએ કહ્યું કે સોમવારે જ્યારે તેની પાલતુ બકરીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તેને વિશ્વાસ ન આવ્યો. મેં બકરીના બચ્ચાને નજીકથી જોયું તો ચહેરો બિલકુલ માણસ જેવો દેખાતો હતો. આ બાળકની પૂંછડી પણ દેખાતી ન હતી. જોકે અડધા કલાકમાં જ બાળકનું મોત થયું હતું.

આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે:
આ તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. આ તસવીરમાં જોઈ શકાય છે કે બકરીના બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયો ન હતો. જો કે ચહેરો બિલકુલ માનવ ચહેરા જેવો દેખાતો હતો. ગામલોકોને લાગ્યું કે તેમના કોઈ પૂર્વજો બકરીના પેટમાં જન્મ્યા છે. જોકે, સ્થાનિક લોકોએ પરંપરાગત રીતિ-રિવાજ પ્રમાણે તેને દફનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *