જાનૈયાઓથી ભરેલી બે જીપ ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાઈ, ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બલરામપુર(Balrampur) જિલ્લામાં તુલસીપુર-બરહની રાષ્ટ્રીય ધોરીમાર્ગ(Tulsipur-Barah National Highway) પર જાનૈયા લઈ જઈ રહેલી જીપ અને ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે થયેલા અકસ્માત(Accident)માં પતિ-પત્ની સહિત છ…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બલરામપુર(Balrampur) જિલ્લામાં તુલસીપુર-બરહની રાષ્ટ્રીય ધોરીમાર્ગ(Tulsipur-Barah National Highway) પર જાનૈયા લઈ જઈ રહેલી જીપ અને ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે થયેલા અકસ્માત(Accident)માં પતિ-પત્ની સહિત છ લોકોના મોત થયા છે. બલરામપુરના પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે લક્ષ્મણપુરથી એક જાનમાં ગાસાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવાનપુર જઈ રહી હતી, ત્યારે ગંવરિયા તિરાહે પાસે એક ટ્રેક્ટર ટ્રોલી અને જાનૈયાને લઈ જતી જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. તેણે કહ્યું કે પાછળથી આવતા અન્ય વાહને પણ જીપને ટક્કર મારી હતી.

ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા:
બસંત (32), પત્ની અમૃતા (28), લક્ષ્મણ (40), વાદી (35) અને શાદાબ (26)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અંકિત (13)નું હોસ્પિટલમાં મોત થયું હતું. તેમણે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા શિવ પ્રસાદ (52), દુર્ગા પ્રસાદ (26)ને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઉમેશ (13)ને લખનઉ રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષકે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માતના કારણે હાઈવે પર એક કલાક સુધી જામ થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે જીપના ફુરચા ઉડી ગયા હતા. બંને વાહનોનો કાટમાળ હટાવવા માટે જેસીબી તૈનાત કરવો પડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જેસીબી વડે રસ્તો સાફ કરાવ્યો હતો. એસપી રાજેશ સક્સેના પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જાનૈયાથી ભરેલી હતી જીપ:
એવું કહેવામાં આવ્યું હતું કે, શુક્રવારે રાત્રે લગભગ 10 વાગે શોભાયાત્રા લક્ષ્મણપુર ગામથી સોનપુર જઈ રહી હતી. જાનમાં બે જીપ સામેલ હતી. તે આગળ પાછળ ચાલતી હતી. જેવી જીપ બલરામપુર-સિદ્ધાર્થનગર મુખ્ય માર્ગ NH-730 પર પહોંચી, તે હાઈવે પર સામેથી ઈંટો ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ. તે જ સમયે સ્પીડ વધુ હોવાથી પાછળથી આવતી જાનૈયાથી ભરેલી બીજી જીપ પણ પ્રથમ બોલેરો સાથે અથડાઈ હતી. સ્પીડ વધુ હોવાને કારણે બંને જીપ ફંગોળાઈ હતી. તે જ સમયે ટ્રેક્ટર-ટ્રોલી ખેતરમાં જઈને પલટી મારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *