દેશમાં વધી રહયો છે ગોબર થી બનેલી થેલીઓ અને કાગળ નો કારોબાર- વાંચો અહીં

આજે વિશ્વ આખું વિશ્વ પેપર બેગ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે આપણા દેશમાં પ્લાસ્ટિકની કોથળીઓ નો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે અને કાગળની બનેલી થેલીઓનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ કાગળની થેલીઓ ના વધતા વપરાશને કારણે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. જેનો પણ એક ઉપાય દેશના સંશોધકોએ શોધી લીધો છે. આ બિઝનેસ ખાસ કરીને ગામડાના લોકો વધુ સારી રીતે કરી શકે તેમ છે..

ગોબર નો ઉપયોગ ખાસ કરીને ખેતરોમાં ખાતરના રૂપમાં કરવામાં આવતો હોય છે. પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે ગોબર એ આવક મેળવવાનું ખૂબ જ સારું માધ્યમ છે. વાત એમ છે કે રાજસ્થાનના લોકો ગાયના ગોબરમાંથી કાગળ બનાવીને ખૂબ નફો કમાઈ રહ્યા છે. આનાથી પશુપાલકોને પણ ખૂબ જ સારી આવક થઈ રહી છે.

પહેલાના સમયમાં અને આજની તારીખે ગોબર થી માત્ર બાયોગેસ બનતો હતો, પરંતુ બદલાતા સમયની સાથે સાથે આનો ઘણી રીતે ઉપયોગી થાય તેવા પ્રયોગો થઇ રહ્યા છે અને આ બાબતે સંશોધકોને સફળતા પણ મળી છે. ગયા બુધવારે કેન્દ્રીય સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ મંત્રી ગિરિરાજ સિંહ જયપુરમાં ગાયના ગોબરથી બનેલા કાગળ નું લોકાર્પણ કર્યું. જેમાં ખાદી અને ગ્રામોદ્યોગ મિશન અંતર્ગત કુમારપ્પા નેશનલ હેન્ડ મેડ પેપર ઇન્સ્ટીટ્યુટ ના એક યુનિટ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ હાથ બનાવટના કાગળ ને ગાયના અને કાગળના ટુકડાઓથી બનાવવામાં આવેલ છે. આ નવી પહેલ થી ખેડૂતોની આવક વધશે. સાથે-સાથે ઘણા લોકોને રોજગાર પણ મળશે અને સાથે સાથે લોકોને ગોબર થી થતી ગંદકી થી પણ છુટકારો મળશે.

જયપુર ની ઘણી ગૌશાળાઓમાં હવે ગાયના ગૌમુત્ર પણ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે અને ગૌમૂત્રથી કિટાણુનાશક દવાઓ પણ બનાવવામાં આવી રહી છે. જેનો પ્રયોગ ગુજરાતમાં પણ ઘણા ખેડૂતો કરી રહ્યાં છે અને ગૌમૂત્ર આધારિત ખેતી કરી રહ્યા છે. આનાથી ભવિષ્યમાં પાકમાં થતી જીવાતો થી છુટકારો મળી શકે છે. જણાવી દઈએ કે જયપુરના ઝાલોર જિલ્લાની એક શાળાએ હવે ગાયના ગોબર ના ઉપયોગ થી કાગળ બનાવવાનું કામ શરૂ કર્યું છે.

રાજસ્થાનમાં લગભગ ૧૦૦૦ જેટલી ગૌશાળાઓ નોંધાયેલી છે જેમાં ગાયોની સંખ્યા પાંચ લાખથી વધુ છે. જેનાથી મળતા ગોબર અને ગૌ-મૂત્ર ના પ્રયોગથી જેવી ખેતી અને બાયોગેસ બનાવવામાં આવી રહ્યો છે. હવે સમયની સાથે સાથે આ નવી પહેલથી લોકોને પેપરબેગ બનાવવામાં પણ મદદ મળશે અને ખેડૂતો ને રોજગારી અને આવકનું સાધન પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *