ગોધરા(ગુજરાત): રાજ્યમાં અવારનવાર હત્યા(Murder)ના બનાવો બનતા હોય છે. લોકો નજીવી બાબત માટે એકબીજાની હત્યા કરી નાખતા હોય છે. તેવામાં ડોકટરના મુવાડાથી બેટીયા ગામ(From Muwada to Betiya village)ના જંગલ વિસ્તાર(Forest area)માંથી હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ગોધરા તાલુકા પોલીસે(Godhra taluka police) તેની લાશના પુરાવા દુર કરવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરુ કરી હતી.
જાણવા મળ્યું છે કે, એક દિવસ પહેલા ગોધરાના સીમલા રોડ પર ઓઈલનો વેપાર કરતો અને હયાતની વાડી વિસ્તારનો પરણિત યુવક મોહમદ હનીફ દસ્તગીર બદામ ગુમ થયો હોવાથી પરીવારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. તેની શોધખોળ પછી પણ તેની કોઈ ભાળ ન થતા પરીવારે સોશિયલ મીડિયા દ્રારા યુવક ગુમ થયોના મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. શનિવારે તેનો મૃતદેહ બેટીયા ગામ નજીક જંગલમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન યુવકનો મૃતદેહ રસ્તાની સાઈડ પર આવેલા જંગલ વિસ્તારમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતકના શરીરના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરીને હત્યા કરવામાં આવ્યા હતા.
જંગલ વિસ્તારમાંથી જે જગ્યા પરથી લાશ મળી આવી હતી તેની સામેની સાઈડ પરથી તેના ચંપલ પણ મળી આવ્યા હતા. એટલે કે, હત્યારાઓએ તેને પહેલા માર મારવામાં આવ્યો હતો. તેથી યુવક જીવ બચાવીને ભાગ્યો હશેને આરોપીએ તેને મોતને ઘાટ ઉતારી દીધા હશે. પરંતુ યુવક જંગલ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તે એક તપાસનો વિષય બની ગયો છે. યુવકની હત્યા કયાં કારણોસર કરવામાં આવી હોવાનું હજી સામે આવ્યું નથી. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.