ગોધરા(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાંથી એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં ફક્ત 13 વર્ષીય દીકરી માહીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર બની છે. જાણવા મળ્યું છે કે, માહી કેન્દ્રીય વિદ્યાલય ગોધરામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. હાલમાં સ્ટેન્ડિંગ બાઈસીકલ ક્રંચિસનો ઇન્ટરનેશનલ રેકોર્ડ એક મિનિટમાં 127 હતો જે તોડીને 151નો નવો રેકોર્ડ કરેલ છે.
આ ઉપરાંત પોતાનો જ રેકોર્ડ સ્થાપિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે 155 કરી અને સ્થાન મેળવ્યું છે. ગોધરાની માહી પરમાર ઉંમર વર્ષ 13 અને કેન્દ્રીય વિદ્યાલય ગોધરામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. પરંતુ, ઉંમરનો બાધ ન રાખતા માહીએ ઇન્ટરનેશનલ રેકોર્ડ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ બાઈસીકલ ક્રંચિસનો રેકોર્ડ એક મિનિટમાં 127 હતો.
માહીએ સખત મહેનત અને સતત પ્રયત્ન અને પ્રેક્ટિસ કરીને એક નવો વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે. માહીએ એક મિનિટમાં 151 સ્ટેન્ડિંગ બાઈસીકલ crunchies કરી ઇન્ટરનેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો સાથે સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. ગોધરા શહેર માટે આ ખુબ જ ગૌરવની વાત કહી શકાય. માહીના માતા પિતા પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
જાણવા મળ્યું છે કે, આ અગાઉ માહી કરાટે ચૅમ્પિયનશિપમાં પણ જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે, તેમજ રાજ્યકક્ષાએ બ્રોન્ઝમેડલ પણ મેળવેલ છે. આ ઉપરાંત, સાયન્સ ઓલમ્પિયાડ એકઝામમાં પંચમહાલમાં પ્રથમ આવેલ છે. નાની ઉંમરે માહીની અનેક સિદ્ધિઓ સરાહનીય છે. તેમજ બળાત્કારની સજા હોવી જોઈએ એના માટે હસ્તાક્ષર અભિયાન ચલાવી તેને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડનાર ઘણા સમાચાર પત્રોમાં વડોદરા ના મુખ્ય પેજ પર પણ માહીની ઉપલબ્ધિ હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.