30 ઓગસ્ટ ૨૦૨૨માં સોના-ચાંદીના ભાવ, આજે પણ ભાવમાં થયો આટલો ઘટાડો

દોસ્તો સોના અને ચાંદીના ભાવ (Gold and silver prices) માં ઘટાડો ચાલુ છે. વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે. જેની અસર સ્થાનિક વાયદા બજારમાં જોવા મળી છે. MCX પર બુલિયનના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઊંચા સ્તરેથી વેચાણ અને ધીમી માંગ ભાવને ટેકો આપી રહી નથી. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં બુલિયનના ભાવમાં ઘટાડાને કારણે આજે સ્થાનિક વાયદા બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.MCX ગોલ્ડ ઓક્ટોબર ફ્યુચર્સ 0.27 ટકા અથવા રૂ. 137 ઘટીને રૂ. 51,113 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે. એમસીએક્સ સિલ્વર ડિસેમ્બર વાયદો 0.60 ટકા અથવા રૂ. 333 ઘટીને રૂ. 54,907 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે, સોમવારે સોનાનો ઓક્ટોબર વાયદો 51,164 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સેટલ થયો હતો. ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 55,240 પ્રતિ 10 ગ્રામ પર સેટલ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ…..
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 0.24 ટકા અથવા 4.24 ડોલરની નબળાઈ સાથે 1735.53 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવાયું હતું. ચાંદી 0.37 ટકા અથવા 0.07 ડોલરની નબળાઈ સાથે 18.72 ડોલર પ્રતિ ઔંસ પર છે.

ભારતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ…
દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રમાણે બોલાઈ રહ્યા છે.

દિલ્હી, જયપુર અને લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. મુંબઈ, કોલકાતા અને કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદ અને બેંગ્લોરમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીનો ભાવ :
મુંબઈ, દિલ્હી, કોલકાતા, પુણે, અમદાવાદ, જયપુર અને લખનૌમાં ચાંદીના ભાવ રૂ. 54,000 પ્રતિ કિલો છે. કોઈમ્બતુર, મદુરાઈ, વિજયવાડા, ચેન્નાઈ અને કેરળમાં ચાંદીની કિંમત 60,000 રૂપિયા પ્રતિ કિલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *