લોકો ઘણીવાર ટ્રેનમાં પોતાનો સામાન ભૂલી જાય છે. પરંતુ ક્યારેય એવું સાંભળવામાં નથી આવ્યું કે ટ્રેનમાં કોઈ સોનાના બિસ્કિટ ભૂલી ગયું હોય. કોઈએ ટ્રેનમાં પોતાના દોઢ કરોડના સોનાના બિસ્કિટ છોડી દીધા છે. હવે તે દેશનું પ્રશાસન કહી રહ્યું છે કે જેના છે તે આવીને લઈ જાય. પરંતુ કોઈ લેવા માટે નથી જઇ રહ્યું.
સીએનએનના એક રિપોર્ટ આપ્યો છે કે ન્યૂઝીલેન્ડમાં ઉત્તરી કસ્બા ગેલનમાં એક ટ્રેનમાં રેલવે ઓથોરિટીના અધિકારીઓએ દોઢ કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ શોધી કાઢ્યા છે. આ ઘટના ગયા વર્ષની ઓક્ટોબર મહિનાની છે પરંતુ તેનો રિપોર્ટ હાલમાં cnn એ આપ્યો.
ન્યૂઝીલેન્ડના અધિકારીઓનું કહેવું છે કે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી ઘણા દિવસો વીતી ગયા પરંતુ આ કરોડો રૂપિયાના સોનાના બિસ્કિટ લેવા માટે કોઈ નથી આવ્યું.
તેના બાદ આ શહેરના પ્રશાસને જાહેરાત કરી છે કે આ સોનુ જેમનું છે તે આવીને લઈ. તે વ્યક્તિ પાસે ફક્ત પાંચ વર્ષનો સમય છે જે દરમિયાન તે પાછું લઈ જઈ શકે છે. ત્યારબાદ તેની માલિકી હટાવી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news