સોના-ચાંદીના ભાવમાં થયો જોરદાર ઘટાડો- આજનો નવો ભાવ જાણીને આંખો પહોળી થઇ જશે

લગ્નની સિઝનને કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો હોવા છતાં બુધવારના રોજ એટલે કે આજે તેમાં ઘટાડો(Gold-silver decline) થયો છે. જ્યારે 24 કેરેટ શુદ્ધ સોનું સસ્તું…

લગ્નની સિઝનને કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો હોવા છતાં બુધવારના રોજ એટલે કે આજે તેમાં ઘટાડો(Gold-silver decline) થયો છે. જ્યારે 24 કેરેટ શુદ્ધ સોનું સસ્તું થયું છે તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. બુધવારે બુલિયન માર્કેટ(Bullion Market)માં સોનાની કિંમતમાં લગભગ 250 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

જોકે, સોનાનો ભાવ હજુ પણ રૂ. 48000ની ઉપર યથાવત છે. IBJAની વેબસાઇટ પર આજે સોનું રૂ. 250 ઘટીને રૂ. 48,068 પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. મંગળવારે તેની કિંમત 48,318 રૂપિયા હતી. તે જ સમયે, ચાંદી સસ્તી થઈ અને 62,154 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી. 14 કેરેટ સોનાની કિંમત પણ 28120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે.

તાજેતરના ફેરફાર પછી, 24 કેરેટ શુદ્ધ સોનું તેના સર્વકાલીન ઊંચા ભાવ રૂ. 56126થી લગભગ રૂ. 8186 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે, જ્યારે ચાંદી ગયા વર્ષના રૂ. 76004ના મહત્તમ ભાવથી રૂ. 13,854 પ્રતિ કિલો સસ્તી થઈ છે. તે ઈન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જારી કરાયેલ સ્પોટ રેટ મુજબ આપવામાં આવ્યું છે. આના પર અલગથી 3% GST અને મેકિંગ ચાર્જ છે.

તમને જણાવી દઈએ કે IBJA દ્વારા જારી કરાયેલા દર દેશભરમાં સાર્વત્રિક છે. જોકે, આ દરમાં GSTનો સમાવેશ થતો નથી. IBJA દેશભરના 14 કેન્દ્રો પરથી સોના અને ચાંદીના નવીનતમ ભાવ લે છે અને તેની સરેરાશ કિંમત આપે છે. પરંતુ તેમના દર સ્થળ અનુસાર થોડો બદલાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *