“ક્યાં ચોર બનેગા રે તું?” -જુઓ કેવી રીતે દરવાજાનો નકૂચો તોડીને બે તસ્કરો બેંકમાં ત્રાટક્યા પરંતુ સાયરન વાગતાં ખાલી હાથે ભાગ્યા

સુરત(Surat): શહેરના કામરેજ(Kamrej) તાલુકાના બસેરા સોસાયટીમાં કાર્યરત કામરેજ નાગરિક મંડળી(Kamarej Civil Society)માં સોમવારના રોજ રાત્રિના સમયે બે તસ્કરો ચોરીના ઈરાદે અંદર ઘુસ્યા હતાં. પરંતુ, બેંકમાં…

સુરત(Surat): શહેરના કામરેજ(Kamrej) તાલુકાના બસેરા સોસાયટીમાં કાર્યરત કામરેજ નાગરિક મંડળી(Kamarej Civil Society)માં સોમવારના રોજ રાત્રિના સમયે બે તસ્કરો ચોરીના ઈરાદે અંદર ઘુસ્યા હતાં. પરંતુ, બેંકમાં લગાવવામાં આવેલી ઓટોમેટિક સાયરન વાગી જતાં તસ્કરોએ ખાલી હાથે જ ત્યાંથી નાછૂટકે ભાગવું પડ્યું હતું. જે અંગેની જાણ બેંકના પ્રમુખને થતાં ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને બેંકમાં તપાસ કરી કામરેજ પોલીસમાં ચોરીની નિષ્ફળ પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

શહેરના કામરેજ રોડ પર આવેલી બસેરા સોસાયટીમાં કાર્યરત કામરેજ નાગરિક બેંક (મંડળી)માં તારીખ 27મી ડિસેમ્બરના રોજ રાત્રે બે ચોર ઇસમો ચોરી કરવાનાં ઇરાદે બેંકમાં ઘુસ્યા હતા. પરંતુ બેંકમાં લગાવવામાં આવેલ ઓટોમેટીક સાયરન વાગતા બન્ને ચોરોને ચોરી કરવાનું પડતું મૂકી મંડળીનાં પાછળનાં ભાગેથી નાછૂટકે ભાગવું પડ્યું હતું. આ તસ્કરોને સોસાયટીનાં રહેવાસીઓએ ભાગતા જોયા હતા. મંડળીનાં પ્રમુખ મનીષભાઇ પરભુભાઇ પટેલને જાણ કરવામાં આવતા મનિષભાઇએ મંડળીનાં મેનેજર અલ્પેશકુમાર જયંતિભાઇ શાહને જાણ કરી હતી અને તેઓ તથા મંડળીનાં બીજા ડિરેકટરો તરત જ નાગરિક મંડળીમાં પહોંચી ગયા હતા.

નાગરિક બેંક મેનેજર અલ્પેશભાઈ જયંતિભાઇ શાહે મંડળી ખોલી અંદર પ્રવેશતા ઓફિસનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ટેરેસનાં ઉપરનો દરવાજાનો નકુચો કોઇ સાધન વડે તોડી મંડળીમાં ઘુસ્યા હોય તેવું લાગી રહ્યું છે. મંડળીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બે ચોર ઇસમો મંડળીનાં ટેરેસનાં ભાગેથી દાદર મારફતે મંડળીમાં આવતા કેમેરામાં જોવા મળી રહ્યા છે.

તેમજ મંડળીમાં લગાવેલો કેમેરો એક ઇસમ ફેરવતો નજરે ચડી રહ્યો છે, આ તસ્કરે સફેદ ટ્રેક શુટ તથા કાળુ માસ્ક પહેરેલ છે. જ્યારે બીજા તસ્કરના ફક્ત પગ દેખાઇ રહ્યા છે. મંડળીમાં તપાસ કરવામાં આવતા નાણાની કે સાધનની ચોરી નહિ થયું હોવાનું જાણવા મળ્યું છે. તસ્કરો દ્વારા ફક્ત ચોરીનો પ્રયાસ થયો છે. મેનેજર અલ્પેશ શાહે બંને ચોર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *