ગુજરાત રાજ્યની એકમાત્ર સુવર્ણજડિત મહાદેવની 111 ફૂટની પ્રતિમા- ભૂકંપ આવે તો પણ…- જાણો શું છે વિશેષતા

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં સુરસાગર(Surasagar) તળાવની વચ્ચે 111 ફૂટ ઉંચી સર્વેશ્વર મહાદેવ(Sarveshwar Mahadev)ની પ્રતિમા સુવર્ણજડિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રિ(Mahashivratri 2023) પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જોકે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વાપરવામાં આવ્યું છે. સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાનો અદભૂત આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થવા પામ્યો હતો.

જણાવી દઈએ કે, સુવર્ણજડિત કરતા પૂર્વ તાંબાનું આવરણ ચઢાવવાની કામગીરી કરવામાં આવી હતી. તંબાનું આવરણ ચડાવાઈ ગયા બાદ સોનાનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. જેમાં સોનાના બિસ્કિટને વરખમાં રૂપાંતરિત કરી પ્રતિમાને સુવર્ણજડિત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, 2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી આદર્શનીય પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો યોગાનુયોગ 5 ઓગસ્ટ 2020ના દિને એક તરફ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો અને બીજી તરફ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવા ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડો. કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓ દ્વારા 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર અંદાજે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજિત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણજડિત થઈ ગઈ છે, જેનું લોકાર્પણ ગઈકાલે 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રિની સંધ્યાએ થવા જઈ રહ્યું છે.

મહાશિવરાત્રિની બપોરના 3-30 વાગ્યે પરંપરા અનુસાર પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા અનુસાર શિવજી કી સવારી વાડી-ચોખંડી- માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડિયાબજાર થઈ સાંજે 7 વાગ્યે સુરસાગર પહોંચી જશે, જ્યાં 7:15 વાગ્યે મહાઆરતી યોજવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે અને મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણજડિત પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવશે. મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું પુર્ણાહુતી થશે.

111 ફૂટની શિવજીની પ્રતિમાની જાણો શું છે વિશેષતા:
શિવજીની પ્રતિમાની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌપ્રથમ 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાથી મઢવામાં આવી છે. વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પ્રતિમા કોઈ પણ દિશામાં 8થી 10 ઈંચ ઝૂકે તોપણ એને કોઈ આંચ ન આવે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

શિવજી પ્રતિમા પર કાગળ જેવા સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, પ્રતિમા પૂર્વાભિમુખ છે, જેથી પ્રથમ લેવલ પરનાં પગથિયાં પૂર્વ તરફ રખાયાં છે. આ લેવલથી બીજા લેવલ પર પહોંચવા ચારે ખૂણાના બંને છેડા 8 નાના ક્યારાથી જોડી દેવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *