Trending Golden Kulfi Video: સોશિયલ મીડિયા (Social media) એ એક કરતાં વધુ ફૂડ આઇટમનો ખજાનો છે, જે દરરોજ નવા વીડિયો સાથે વધતો રહે છે. હવે આ ખજાનામાંથી દેશ અને દુનિયામાં બનતી વિવિધ પ્રકારની ખાદ્ય ચીજોના વિડીયો આવતા રહે છે, જે આપણી જિજ્ઞાસાની સાથે સાથે આપણું જ્ઞાન પણ વધારે છે. હવે આવો જ એક વીડિયો સોનાની કુલ્ફી (Golden Kulfi) નો સામે આવ્યો છે, જે ઈન્દોર (Indore) ની સડકો પર એક સ્ટ્રીટ વેન્ડર (Street Vendor) દ્વારા વેચતો જોવા મળ્યો હતો.
ઉનાળો આવતાં જ બાળકો હોય કે વૃદ્ધ, દરેક જણ આઈસ્ક્રીમ અને કુલ્ફી ખાવા દોડે છે. ઉનાળાની ઋતુમાં લોકો કુલ્ફી ખાવાનું પણ પસંદ કરે છે. તેનો મીઠો સ્વાદ અને ઠંડીનો અહેસાસ લોકોને ઉનાળામાં તાજગી આપે છે. કુલ્ફીના ઘણા પ્રકાર છે જેમ કે મલાઈ કુલ્ફી, ફાલુદા કુલ્ફી વગેરે. પરંતુ શું તમે ક્યારેય ગોલ્ડ કુલ્ફી વિશે સાંભળ્યું છે? હાલમાં જ ઈન્દોરનો એક દુકાનદાર આ વાયરલ વીડિયોમાં સોનાની કુલ્ફી વેચતો જોવા મળ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં તમે એક સ્ટ્રીટ વેન્ડરને સોનાની કુલ્ફી વેચતો જોયો… આ વ્યક્તિ તેના ગળા અને હાથમાં સોનાના ઘરેણા પહેરેલો જોવા મળે છે. તે ફ્રીઝરમાંથી કુલ્ફીનો ટુકડો કાઢે છે અને પછી આ કુલ્ફીને 24 કેરેટ ગોલ્ડ લીફમાં લપેટી દે છે. વીડિયોમાં આ કુલ્ફીની કિંમત 351 રૂપિયા જણાવવામાં આવી છે.
ઈન્દોરના સરાફામાં સોનાની કુલ્ફી વેચતો આ વ્યક્તિ પ્રકાશ કુલ્ફી તરીકે ઓળખાય છે, જે અહીં ખૂબ જ લોકપ્રિય છે. આ વીડિયો 14 એપ્રિલે શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં આ પોસ્ટને ચાલીસ હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.